Ved Pratap Vaidik passed away : વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિકનું બાથરૂમમાં લપસી જવાથી નિધન

Ved Pratap Vaidik passed away : વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિકનું 78 વર્ષની વયે નિધન થયું છે. ભારતીય પત્રકારત્વ જગતમાં તેમના નિધનને કારણે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. વેદ પ્રતાપ બાથરૂમમાં લપસી ગયા બાદ બેભાન થઇ ગયા હતા. જે બાદ તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

Ved Pratap Vaidik passed away

વેદ પ્રતાપ વૈદિક બાથરૂમમાં લપસી ગયા હતા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વેદ પ્રતાપ વૈદિક બાથરૂમમાં લપસી ગયા હતા. જ્યારે તેઓ લાંબા સમય સુધી બાથરૂમમાંથી બહાર ન આવ્યા ત્યારે ગેટ તોડીને અંદર જોયું તો તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. આ પછી તેમને તાત્કાલિક ધોરણે ઘરની નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા.

વેદ પ્રતાપ વૈદિક રાજકીય વિશ્લેષક અને સ્વતંત્ર કટારલેખક હતા

વેદ પ્રતાપ વૈદિક રાજકીય વિશ્લેષક અને સ્વતંત્ર કટારલેખક હતા. તેઓ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાની હિન્દી સમાચાર એજન્સી ભાષાના સ્થાપક-સંપાદક તરીકે સંકળાયેલા હતા. વેદ પ્રતાપ વૈદિક અગાઉ ટાઈમ્સ ગૃપના નવભારત ટાઈમ્સમાં સંપાદક(મંતવ્ય) હતા. તેમના નિધનને કારણે ભારતીય પત્રકારોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. લોકો તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X