7/11ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં 12 દોષીત

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

7/11ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં 12 દોષીત

7/11ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં 12 દોષીત

આજે આખાય દેશની નજર વર્ષ 2006ના મુંબઈ બ્લાસ્ટ કેસની સુનાવણી પર હતી. મુંબઈની વિશેષ મકોકા કોર્ટે 13માંથી 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. જ્યારે એકને નિર્દોષ જાહેર કર્યો. આ તમામ દોષિતોને 14 સપ્ટેમ્બરના રોજ સજાની સુનાવણી કરવામાં આવશે. મહત્વપૂર્ણ છેકે 11 જૂલાઈ 2006ના રોજ મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેનમાં જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા તેમાં 189 લોકોના મોત થયાં હતાં, જ્યારે 800થી વધુ લોકો ઘાયલ થયા હતા.

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ લીધી રાયબરેલીની મુલાકાત

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ લીધી રાયબરેલીની મુલાકાત

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી રાયબરેલીની મુલાકાતે હતા. આ મુલાકાત દરમ્યાન તેઓ લોકોને મળ્યાં હતા અને તમેની સાથે વાર્તાલાપ કર્યો હતો. આ ઉપરાંત તેઓ રોડ એક્સીડેન્ટનો ભોગ બનેલા એક પરિવારને પણ મળ્યાં હતા.

રાષ્ટ્રપતિ ભવનમાં ટી પાર્ટી

રાષ્ટ્રપતિ ભવનમાં ટી પાર્ટી

નવી દિલ્હી રાષ્ટ્રપતિ ભવનમાં સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર માટે એક ટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યાં ક્રિકેટના મહાનાયક સચિન તેંડુલકર અને તમન્ના પણ ઉપસ્થિત રહ્યાં હતા.

શિવસેનાનો વિરોધ

શિવસેનાનો વિરોધ

પર્યુષણ પર્વ દરમ્યાન મુંબઈમાં માંસ-માછલી પર બેન મૂકવામાં આવ્યો છે જેનો વિરોધ શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

TB ફ્રી ભારત મિશન

TB ફ્રી ભારત મિશન

મુંબઈમાં TB ફ્રી ભારત માટે એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ઉપસ્થિત રહ્યાં હતા, અને તેમણે આ સંમેલનમાં સંબોધન પણ કર્યું હતું.

મોદી દેશના અને નિતીશ કુમાર બિહારના વિકાસ પુરૂષ: બાબા રામદેવ

મોદી દેશના અને નિતીશ કુમાર બિહારના વિકાસ પુરૂષ: બાબા રામદેવ

સામાન્ય રીતે બાબા રામદેવને ભાજપ અને મોદીના પ્રશંસક માનવામાં આવે છે. પરંતુ પહેલી વખત બાબા રામદેવે મોદીના ઘોર વિરોધી નિતીશ કુમારના ગુણગાન પણ ગાયા છે. તેમણે ટીવી ચેનલ ABP પર વાતચીતમાં જણાવ્યું હતુ કે બિહાર ઈલેક્શનમાં નેક ટુ નેક હરીફાઈ થશે. તેમણે આ વાતચીત દરમ્યાન મોદીને દેશના અને નિતીશ કુમારને બિહારના વિકાસ પુરૂષ ગણાવ્યા હતા.

મોહાલીમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન

મોહાલીમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન

ચંદીગઢના મોહાલીમાં ઈન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદી હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમ દરમ્યાન તેમણે પંજાબના ડેપ્યુટી ચીફ મિનીસ્ટર સુખબીર સિંહ બાદલ સાથે વાતચીત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X