Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

કાવેરી હિંસાઃ 105 ગાડીઓ સળગાવી, કર્ણાટકના CM સિદ્ધરમૈયાના ઘરે હુમલો

કાવેરી હિંસાઃ 105 ગાડીઓ સળગાવી, કર્ણાટકના CM સિદ્ધરમૈયાના ઘરે હુમલો

કાવેરી જળ વિવાદને મુદ્દે કર્ણાટક અને તમિલનાડુમાં સોમવારના રોજ બંને રાજ્યોમાં પ્રદર્શનકર્તાઓએ એકબીજાની સંપત્તિઓને નિશાન બનાવી છે. કર્ણાટકમાં તમિલ નંબરની અને તમિલનાડુમાં કર્ણાટક નંબરની 105થી વધુ ગાડીઓને આગ આગ ચાંપી દીધી. કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાના ઘરે લોકોએ પથ્થરમારો કર્યો છે.

ખાટલા સભાથી ભાજપ છે પરેશાન

ખાટલા સભાથી ભાજપ છે પરેશાન

રાહુલ ગાંધીએ રવિવારે ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાનાં ભડસર ખાતે ખાટસભા યોજી હતી. રાહુલે કહ્યું કે મોદી સેલ્ફી લે છે અને મસ્તી કરે છે, તેમની મસ્તી ઓછી કરવી છે. ભાજપે કહ્યું કે રાહુલને આત્મસમીક્ષા માટે વધુ એક વિદેશપ્રવાસની જરૂર છે.

મોદીની ગોલ્ડ સ્કીમમાં એક પણ ગુજરાતી સાંસદે રોકાણ ન કર્યું

મોદીની ગોલ્ડ સ્કીમમાં એક પણ ગુજરાતી સાંસદે રોકાણ ન કર્યું

પીએમ મોદીએ મહત્વકાંક્ષી ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમનો પ્રારંભ કર્યો. જો કે આ યોજનામાં માત્ર 105 ડિપોઝિટરે 2890 કિલો સોનું રોક્યું છે. આમાંથી પણ અડધાથી વધારે સોનું ભારતના મંદિરોનું છે. ભારતના લોકો પાસે કુલ 2,23,53,031 કિલો સોનું છે.

આચર્ય બાલકૃષ્ણ ટોપ 25 ધનિકોમાંના એક

આચર્ય બાલકૃષ્ણ ટોપ 25 ધનિકોમાંના એક

રામદેવની કંપની પતંજલિ આયુર્વેદના પ્રમોટર આચાર્ય બાલકૃષ્ણ દેશના ટોપ ધનિકોની યાદીમાં લામેવ છે. હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ-2016માં રામદેવના સૌથી વિશ્વાસપાત્ર બાલકૃષ્ણ 25મા ક્રમે રહ્યો છે. તેની કુલ સંપત્તિ 25 હજાર 600 કરોડની બતાવવામાં આવી છે.

સ્વદેશી જીન્સ પર બાબાની મજાક ઉડી

સ્વદેશી જીન્સ પર બાબાની મજાક ઉડી

યોગ ગુરુ રામદેવ બાબાએ સ્વદેશઈ જીન્સ બનાવવાની જાહેરાત કરી છે. રામદેવે સ્વદેશી જીન્સ બજારમાં ઉતારવાની જાહેરાત કરતાની સાથે જ લોકોએ મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું. એક યુઝરે ટિપ્પણી કરતા લખ્યું કે, ‘બાબા તમને ઈમરજન્સીમાં ભાગવા માટે તો સલવાર જ કામમાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X