સોમનાથ ભારતીને કેજરીવાલે ગણાવ્યા પક્ષ માટે શરમજનક
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.
દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

હાવડા રેલ્વે સ્ટેશન પર જીવીત બોમ્બ મળતા, હડકંપ
કોલકાતાના હાવડા રેલ્વે સ્ટેશન પર જીવતો બોમ્બ મળવાના સમાચારથી અફરાતફરી મચી ગઇ હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર આ બોમ્બ ફલકનુમા એક્સપ્રેસમાં રાખવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર બોમ્બ ટ્રેનના એક ડબ્બામાં બેગમાંથી મળી આવ્યો હતો.

સોમનાથ ભારતીને કેજરીવાલે ગણાવ્યા પક્ષ માટે શરમજનક
દિલ્હીના ભૂતપૂર્વ કાયદામંત્રી સોમનાથ ભારતી અંડરગ્રાઉન્ડ થઇ ગયા છે. ડોમેસ્ટીક વાયોલન્સના કેસમાં સોમનાથ ભારતીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી. ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ તેમને પક્ષ માટે શરમજનક ગણાવ્યા છે.

શાહિદ અફ્રિદીએ બનાવી રસોઇ
પાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફ્રિદી ફરી એકવખત ચર્ચામાં છે. પરંતુ આ વખતે મોડેલ અર્શી ખાનને લઇને નહીં પણ તેમણે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલી તસવીરોને લઇને ચર્ચામાં છે. જી હા, શાહિદ અફ્રિદીએ જે તસવીર શેર કરી છે, તેમાં તેઓ ઘરમાં જમવાનું બનાવતા નજરે પડી રહ્યાં છે, અને આ તસવીર નીચે તેમણે કેપ્શન કર્યું છેકે 'Good to be with my family before ZiM tour !!'.

ઉત્તરપ્રદેશમાં હવે સીગરેટની કશ પડી શકે છે, મોંઘી
ઉત્તરપ્રદેશમાં સીગરેટના ધુમાડોનો કશ તમને મોંઘો પડી શકે છે, તેવા સમાચાર મળી રહ્યાં છે. જી હા, સમાચાર એમ છે કે રાજ્ય સરકારે તમાકુના ઉત્પાદનો પર વેટ વધારવાનો નિર્ણય કર્યો છે જેના કારણે સીગરેટ માટે હવે લોકોએ વધુ રૂપિયા ખર્ચ કરવા પડશે.

બિહાર ચૂંટણી માટે ભાજપે માંજી અને પાસવાનની સાથે મળી ગોઠવ્યુ જાતિ ગણિત
આગામી સમયમાં બિહારમાં ચૂંટણી આવી રહી છે. દરેક પક્ષ બિહારમાં સરકાર બનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે, ત્યારે ભાજપ ભલે વાત વિકાસની કરતુ હોય પરંતુ ચૂંટણી સમરાંગણમાં ભાજપ પણ જાતિ ગણિત બરાબર ગણી રહ્યું છે.

પુલવામાં ક્ષેત્રમાં એન્કાઉન્ટર
મંગળવારે પુલવામા ક્ષેત્રમાં સીક્યોરીટી જવાનો અને ઘુસણખોરો વચ્ચે મૂઠભેડ થઈ હતી. પુલવામાના કાવની ગામમાં ઘુસણખોરોને શોધી કાઢવા માટે સઘન સર્ચ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતુ.

ભાદરવામાં કાળઝાડ ગરમી
હાલમાં વરસાદની સિઝન ચાલી રહી છે, પણ ગઇકાલે ઉત્તરપ્રદેશનનું અલ્હાબાદ ઘણું ગરમ રહ્યું હતુ. ત્યારે મહિલા વાહનચાલકોએ ગરમીથી બચવા માટે દુપટ્ટાનો સહારો લીધો હતો.

ઇદની તૈયારીઓ પૂરજોશમાં
દેશભરમાં મુસ્લીમ બિરાદરો ઇદની તૈયારીઓમાં લાગેલા છે. કોલકાતામાં પણ ઇદની તેયારીઓના ભાગરૂપે લોકો માર્કેટમાં બકરી ખરીદતા નજરે પડ્યાં હતા.

બહેરા મૂંગા બાળકોએ કર્યુ કલાનું પ્રદર્શન
હાલમાં આંતરરાષ્ટ્રીય બહેરા મૂંગા વીકની ઉજવણી ચાલી રહી છે. ત્યારે કોલકાતામાં આયોજીત એક કાર્યક્રમમાં બહેરા મુંગા બાળકોએ ભાગ લીધો હતો અને કલાને પ્રદર્શત કરી હતી.

7/11 મુંબઈ બ્લાસ્ટ કેસ: 8 આરોપીઓને ફાંસીની માંગ
વર્ષ 2006ના મુંબઇ બ્લાસ્ટ કેસમાં મકોકા કોર્ટમાં 12 આરોપીઓની સજા અંગે થયેલી દલીલોમાં ફરિયાદ પક્ષે 8 આરોપીઓને મૃત્યુ દંડ આપવાની માંગ કરી હતી. જ્યારે અન્ય ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવાની કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી હતી. કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો 30 સપ્ટેમ્બર સુધી અનામત રાખ્યો છે.

પીએમ મોદીના ગુરૂ દયાનંદ ગિરિની હાલત નાજુક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુરૂ સ્વામી દયાનંદ ગિરિની હાલત નાજુક છે. તેમને હોસ્પિટલમાંથી હવે આશ્રમ લઇ જવામાં આવ્યા છે. ખબર મળી રહી છે કે પીએમ મોદીને આ સમાચાર મળતા તે ઘણાં જ ચિંતીત બન્યા હતા.












Click it and Unblock the Notifications
