ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

આગામી ચૂંટણીમાં મોદી પાકિસ્તાનમાં લડશેઃ કોંગ્રેસ

આગામી ચૂંટણીમાં મોદી પાકિસ્તાનમાં લડશેઃ કોંગ્રેસ

ઉરી હુમલા બાદ પીએમ મોદીએ કોઝિકોડેમાં ભાષણ આપ્યું હતું. જેના પર સવાલ ઉઠાવતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું કે પાક. માટે સરકાર પાસે કોઇ નીતિ નથી. તિવારીએ કેન્દ્ર સરકારને અત્યાર સુધીની સૌથી નબળી સરકાર ગણાવી.

સરકારી અધિકારીઓ માટે કેબ સર્વિસ શરૂ કરાઇ

સરકારી અધિકારીઓ માટે કેબ સર્વિસ શરૂ કરાઇ

આગામી દિવસોમાં સરકારી અધિકારીઓ પણ ઉબેર અને ઓલા જેવી કેબનો ઉપયોગ કરતા જોવા મળશે. ટેક્સી બિલમાં બચતના ઇરાદે હવે સરકારી વિભાગ ઓલા અને ઉબેરનો વિકલ્પ વિચારશે. આ કંપનીઓએ સરકારી અધિકારીઓને સર્જ પ્રાઇસિંગ વિના સેવા આપવાનો વાયદો કર્યો છે.

સિંધુના પાણી માટે પાકિસ્તાને વલખાં મારવા પડશે

સિંધુના પાણી માટે પાકિસ્તાને વલખાં મારવા પડશે

પાકિસ્તાનની નાપાક હરકતોનો જવાબ આપવા માટે ભારત તમામ વિકલ્પો અંગે વિચારી રહ્યું છે. મોદીએ 1960માં થયેલા સિંધુ જળ કરાર અંગે સમીક્ષા કરવા એક ખાસ બેઠક બોલાવી છે. બેઠકમાં સિંધુકરારના લાભાલાભ અંગે ચર્ચા કરાશે.

મુંબઇમાં વરસાદ ખાબક્યો, પાણી ભરાયાં

મુંબઇમાં વરસાદ ખાબક્યો, પાણી ભરાયાં

મુંબઈમાં ગત એક સપ્તાહથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યો છે. શુક્રવારે ગાજવીજ સાથે માત્ર 12 કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. શહેરમાં ભારે વરસાદના પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણી ભરાઇ ગયાં હતાં.

રેલવે સ્ટેશનો પર વધુ સીસીટીવી કેમેરા લગાવાશે

રેલવે સ્ટેશનો પર વધુ સીસીટીવી કેમેરા લગાવાશે

મધ્ય રેલવેમાં વધુ 74 સીસીટીવી કેમેરા બેસાડવાનો નિર્ણય લેવાયો છે. મધ્ય રેલવેના અખત્યારમાં હાલમાં 79 સ્ટેશનો પર કુલ 2500 કેમેરા બેસાડવામાં આવ્યાં છે. જેમાં વધુ કેમેરાનો સમાવેશ કરવામાં આવશે. સીએસટી સહિતના અમુક નાના સ્ટેશનો પર સીસીટીવી કેમેરા બેસાડવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X