ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

કાશ્મીર જોઇતું હોય તો પાકિસ્તાને બિહાર પણ લેવું પડશેઃ કાત્જુ

કાશ્મીર જોઇતું હોય તો પાકિસ્તાને બિહાર પણ લેવું પડશેઃ કાત્જુ

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કંડેય કાત્જુ પોતાના નિવેદનોથી ચર્ચામાં રહે છે. હાલમાં જ ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, 'અમે પાકિસ્તાનને એક શરત પર કાશ્મીર આપી શકીએ છીએ.' પાકિસ્તાને કાશ્મીરની સાથે બિહાર પણ લેવું પડશે. જો કે કાત્જુએ બાદમાં સ્પષ્ટતા કરી કે તેઓ માત્ર મજાક કરી રહ્યા છે.

રાંચીમાં હથિયાર બતાવી નક્સલી કરતો હતો રેપ

રાંચીમાં હથિયાર બતાવી નક્સલી કરતો હતો રેપ

ઝારખંડમાં એક પૂર્વ માઓવાદી અનમોલ ઉર્ફે ચરકૂ ખડિયાની એક મહિલાએ કુહાડીથી કાપીને હત્યા કરી દીધી. માથું, છાતી અને પીઠ ઉપરાંત શરીરના અનેક અંગો પર ત્યા સુધી જોરદાર પ્રહારો કરતી રહી જ્યાં સુધી તે મૃત્યુ ન પામ્યો. મહિલાએ કહ્યું, તે હથિયારની બીક બતાવીને બળાત્કાર કરતો હતો.

પ્રવાસીને 1 લાખનું વળતર ચૂકવવા એર ઇન્ડિયાને આદેશ

પ્રવાસીને 1 લાખનું વળતર ચૂકવવા એર ઇન્ડિયાને આદેશ

મુંબઇથી ન્યૂયોર્ક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક મહિલાને વાસી ખોરાક પીરસવામાં આવ્યો હતો. ઉપરાંત માલતી મધુકરના રાઇસ બાઉલમાં વાળ પણ મળી આવ્યો હતો. જે બદલ નેશનલ કન્ઝ્યૂમર ડિસ્પ્યૂટ રિહર્સલ કમિશને 1 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.

BSF જવાનોએ રજા કેન્સલ કરાવી કહ્યું, હવે પાકિસ્તાનને પાઠ ભણાવીને જ જઈશું

BSF જવાનોએ રજા કેન્સલ કરાવી કહ્યું, હવે પાકિસ્તાનને પાઠ ભણાવીને જ જઈશું

ઝૂંઝૂનૂના નવલગઢની બબીતા ખેદડ અને પ્રિયંકા, દૌસાની અનિતા મીણા તથા મધ્ય પ્રદેશના ખંડવાની સીમા એંગલ ચાર વર્ષથી બીએસએફમાં છે. તેમના જોઈનિંગ બાદ પહેલી વખત સરહદે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. તેમણે પોતાની રજા કેન્સલ કરીને કહ્યું છે કે હવે પાકિસ્તાનને પાઠ ભણાવીને જ રજા પર જઇશું.

કાશ્મીર હિંસામાં સરકારી અધિકારીઓની સંડોવણી

કાશ્મીર હિંસામાં સરકારી અધિકારીઓની સંડોવણી

હિંસા અને બંધ માટે સરકારના રાજપત્રિત અધિકારીઓ અને પોલીસની પણ કથિત રીતે સંડોવણી બહાર આવી છે. અધિકારીઓ દ્વારા અલગાવવાદીઓની ઇચ્છાને પૂરી કવા માટે મદદ કરવામાં આવી રહી હતી. અત્યાર સુધીમાં 150 જેટલા અધિકારીની ઓળખ થઇ ગઇ છે. સરકારે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહીના સંકેત આપ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X