ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

રાહુલ ગાંધીના રોડ શોમાં બબાલ થઇ

રાહુલ ગાંધીના રોડ શોમાં બબાલ થઇ

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. બરેલીના રોડ શો દરમિયાન કોંગી નેતા અમજદ અલી અને એસપીજી કમાન્ડો વચ્ચે મારામારી થઇ હતી. રાહુલ ગાંધીએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. આ પહેલા સીતાપુરમાં રોડ શો દરમિયાન એક યુવકે રાહુલ પર જૂત્તુ ફેક્યું હતું.

સિંધુ જળ સંધિ રદ કરવાના વિકલ્પ પર પીડીપીનો વિરોધ

સિંધુ જળ સંધિ રદ કરવાના વિકલ્પ પર પીડીપીનો વિરોધ

પાકિસ્તાનની અક્કલ ઠેકાણે લાવવા માટે કેન્દ્ર સરકાર સિંધુ જળ સંધિ રદ કરવાનો વિકલ્પ વિચારી રહી છે. જેનો પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ વિરોધ કર્યો છે. મુજ્જફર હુસૈન બેગે મુજબ આ સંધિ રદ કરવાથી ભારતને પણ નુકસાન થશે. નવા ડેમ બનાવવામાં આવે તો કાશ્મીર ખીણપ્રદેશ ડૂબવાની શક્યતા રહે છે.

પઠાણકોટમાં શંકાસ્પદ વ્યક્તિ જોવા મળતા એલર્ટ ઘોષિત

પઠાણકોટમાં શંકાસ્પદ વ્યક્તિ જોવા મળતા એલર્ટ ઘોષિત

પંજાબના પઠાણકોટમાં કેટલાક શંકાસ્પદ શખસો જોવા મળ્યા હોવાના સમચારો બાદ મંગળવારે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાઈ એલર્ટ બાદ પઠાણકોટ-ડલહોજી રોડ પર કડક સુરક્ષા તપાસ શરૂ કરવામાં આવી છે. પંજાબ પોલીસે તપાસ અભિયાનમાં 400 સુરક્ષા જવાનો મૂક્યા છે. જેમાં SWAT ટીમ પણ છે.

માનવ બોમ્બ બની પાકિસ્તાન જવા તૈયાર છીએઃ શિવ સૈનિકો

માનવ બોમ્બ બની પાકિસ્તાન જવા તૈયાર છીએઃ શિવ સૈનિકો

ઉરમાં થયેલા આતંકી હુમલાને લઇ લોકોમાં પાકિસ્તાન સામે રોષ જોવા મળી રહ્યો છે. લોકો દેશની રક્ષા કરતા સૈનિકો માટે પોતાનું બલિદાન આપવા માટે પણ તૈયાર થઇ રહ્યા છે. શિવસેના સાથે સંકળાયેલા 20 યુવાનોએ સુસાઇડ બોમ્બર બનવાની તૈયારી દર્શાવી. આ અંગેનું એક એફીડેવીટ સુરત જિલ્લા કલેક્ટરને સુપરત કરી છે.

કર્ણાટકને સુપ્રીમની ફટકાર, આદેશ ટાળી ન શકાય

કર્ણાટકને સુપ્રીમની ફટકાર, આદેશ ટાળી ન શકાય

સુપ્રીમ કોર્ટે કર્ણાટકને દરરોજ 6000 ક્યૂસેક પાણી તમિલનાડૂને આપવા માટે આદેશ કર્યો હતો. આદેશ બાદ પણ કર્ણાટકે આનાકાની કરી હતી. ત્યારે સુપ્રીમે કહ્યું કે કોઇપણ રાજ્ય સુપ્રીમનો આદેશ માનવાનો ઇનકાર ન કરી શકે. સુપ્રીમે શુક્રવાર સુધીમાં પરિણામ જણાવવા કહ્યું.

સિદ્ધુએ આપ અને કોંગ્રેસ સાથે વાટાઘાટો શરૂ કરી

સિદ્ધુએ આપ અને કોંગ્રેસ સાથે વાટાઘાટો શરૂ કરી

થોડા દિવસ પહેલાં જ સિદ્ધુએ પંજાબમાં નવી રાજકીય પાર્ટી ન બનાવવાની જાહેરાત કરી હતી. ભાજપના પૂર્વ સાંસદ સિદ્ધુએ રાજ્યમાં ચૂંટણી સહયોગ આપવા કોંગ્રેસ અને આપ સાથે વાટાઘાટો શરૂ કરી. તેઓ બંને પક્ષના પ્રતિનિધિઓ સાથે વારંવાર બેઠકો યોજીને રણનીતિ ઘડી રહ્યા છે.

વેસ્ટર્ન કમાન્ડમાં એરફોર્સ હાઇએલર્ટ

વેસ્ટર્ન કમાન્ડમાં એરફોર્સ હાઇએલર્ટ

ઉરી હુમલા બાદ ભારતીય હવાઇ દળના તમામ વેસ્ટર્ન ફ્રન્ટના એરપોર્સને આઇએલર્ટ પર મૂકી દેવાયા છે. સમગ્ર વેસ્ટર્ન એર કમાન્ડને સાંકળી લેતી એક્સરસાઇઝ હાથ ધરાઇ છે. જેમાં કોમ્બેટ એરપેટ્રોલ, પેસિવ એર ડિફેન્સ અને ગ્રાઉન્ડ ડિફેન્સની કવાયતો હાથ ધરાશે. 1 મહિનામાં બીજી વખત આટલી મોટી કવાયત હાથ ધરવામાં આવી છે.

પાકિસ્તાનમાં સાર્ક સંમેલન યોજાશે, ભારત નહીં લે ભાગ

પાકિસ્તાનમાં સાર્ક સંમેલન યોજાશે, ભારત નહીં લે ભાગ

ઉરી હુમલા બાદ પાકિસ્તાનને દુનિયામાં એકલું પાડી દેવાના ભાગરુપે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત નવેમ્બરમાં પાકિસ્તાનમાં યોજાનાર સાર્ક સંમેલનનો ભારતે બહિષ્કાર કર્યો છે. 8 અને 9 નવેમ્બરના રોજ ઇસ્લામાબાદ ખાતે આ સંમેલન યોજાનાર છે.

હૈદરાબાદમાં પાણીના ભાવે મળી રહી છે કાર્સ

હૈદરાબાદમાં પાણીના ભાવે મળી રહી છે કાર્સ

ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ભારે વરસાદનો સામનો કરી ચૂકેલા હૈદરાબાદમાં હવે મોંઘી-મોંઘી ગાડીઓ પણ પાણીના ભાવે વેચાઈ રહી છે. વરસાદને કારણે ડેમેજ થયેલી ગાડીઓ મૂળ કિંમતના 20થી 40 ટકા ભાવમાં વેચાઇ રહી છે. આ ગાડીઓને ફ્લડ વ્હીકલ નામ અપાયું છે.

ઉંદરોએ બેગ કાતરતા, મરાઠી એક્ટ્રેસે કરી સુરેશ પ્રભુને ટ્વીટ

ઉંદરોએ બેગ કાતરતા, મરાઠી એક્ટ્રેસે કરી સુરેશ પ્રભુને ટ્વીટ

મરાઠી ફિલ્મોમાં કામ કરતી એક્ટ્રેસ નિવેદિતા સરાફ લાતૂર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહી હતે તે દરમિયાન બેગને ઉંદરોએ કાતરી નાંખી. આ અંગે એક્ટ્રેસે સુરેશ પ્રભુને મેન્શન કરતા ટ્વીટ કર્યું હતું કે આ ખતરનાક ઘટના છે. રેલવેએ આ ફરિયાદને પણ અન્ય ફરિયાદોની જેમ ગંભીરતાથી લીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X