ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

ડોભાલે કર્યું હતું સર્જિકલ સ્ટ્રાઇકનું પ્લાનિંગ

ડોભાલે કર્યું હતું સર્જિકલ સ્ટ્રાઇકનું પ્લાનિંગ

ભારતે પ્રથમવાર LoC પાર કરીને PoKમાં સર્જિકલ સ્ટ્રાઈકનું પૂરું પ્લાનિંગ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલના નેતૃત્વમાં કરવામાં આવ્યું. ડોભાલે ઈન્ડિયન ઈન્ટેલિજન્સ એજન્સીઓ પાસેથી મળેલા ઈનપુટ આર્મી સાથે શેર કર્યા હતા. બુધવારે રાત્રે સમગ્ર ઓપરેશનની રણનીતિ બનાવીને પેરા કમાન્ડોએ એલઓસી પાર કરી હતી.

LoC પર સર્જિકલ સ્ટ્રાઈક પર ભારતીય સેનાને ચારે તરફથી શાબાશી

LoC પર સર્જિકલ સ્ટ્રાઈક પર ભારતીય સેનાને ચારે તરફથી શાબાશી

ભારતીય સેનાએ બુધવારે રાત્રે લાઈન ઓફ કંટ્રોલ પાર કરીને આંતકી કેમ્પ પર કરવામાં આવેલી ભારતની કાર્યવાહીની ચારે બાજુ તારીફ થઈ રહી છે. સામાન્ય જનતાથી લઈને નેતાઓ, રાજનૈતિક દળો અને રક્ષા નિષ્ણાંતો સોશિયલ મીડિયા પર સેનાને શાબાશી આપે છે. વિપક્ષ કોંગ્રેસે પણ હુમલાનું સ્વાગત કર્યુ છે.

પાકિસ્તાનને ફૌજી તાકાત બતાવવામાં આવશે

પાકિસ્તાનને ફૌજી તાકાત બતાવવામાં આવશે

આતંકી હુમલાઓથી કંટાળેલું ભારત હવે પાકિસ્તાનનને પોતાની નેવીની તાકાત બતાવશે. આગામી દિવસોમાં અરબસાગરમાં ભારતીય નૌસેના દ્વારા યુદ્ધાભ્યાસ કરાશે. આ યુદ્ધાભ્યાસને ડિફેન્સ ઓફ ગુજરાત એક્સર્સાઇઝ નામ આપવામાં આવ્યું છે.

મુંબઇની નવરાત્રિમાં થઇ રહી છે આ ડિમાન્ડ

મુંબઇની નવરાત્રિમાં થઇ રહી છે આ ડિમાન્ડ

ગુજરાતની જેમ મુંબઇમાં પણ નવરાત્રિની ઉજવણીનું ભારે આકર્ષણ હોય છે. મુંબઇમાં વસતા ગુજરાતીઓમાં પણ આ નીમિતે ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવે નવ દિવસના કપડાઓને લઇને મુંબઇમાં કેવી તૈયારી ચાલી રહી છે.

સુબ્રોતો રોયને 24 ઓક્ટોબર સુધીમાં 12000 કરોડ પરત કરવાનો રોડમેપ સુપ્રીમે માંગ્યો

સુબ્રોતો રોયને 24 ઓક્ટોબર સુધીમાં 12000 કરોડ પરત કરવાનો રોડમેપ સુપ્રીમે માંગ્યો

સહારા સમૂહના પ્રમુખ સુબ્રતો રોયને સુપ્રીમ કોર્ટે તરફથી રાહત મળી છે. સહારા પ્રમુખ અને તેમના બંને ડિરેક્ટરોના પેરોલ રદ કરવાના આદેશ પર સંશોધન કરતા કોર્ટે પેરોલની સમયમર્યાદા 24 ઓક્ટોબર સુધી વધારી દીધી છે. કોર્ટે કહ્યું, સહારા પ્રમુખ 24 ઓક્ટોબર સુધી 200 કરોડ રૂપિયા જમા કરાવશે.

કાવેરી વિવાદઃ આજે અંતિમ નિર્ણય આવી જશે

કાવેરી વિવાદઃ આજે અંતિમ નિર્ણય આવી જશે

સુપ્રીમે કર્ણાટકને દરરોજ 6000 ક્યૂસેક પાણી તમિલનાડૂને આપવા આદેશ આપ્યો હતો. કર્ણાટક સુપ્રીમના નિર્ણયથી અલગ નિર્ણય લે તેવા સંકેતો મળી રહ્યા છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદારામૈયાએ પત્રકારો સાથેની ચર્ચામાં કહ્યું હતું કે અમે આવતી કાલે નિર્ણયથી અલગ નિર્ણય લઈશું. આજે કર્ણાટકના મુખ્ય પ્રધાને બેઠક બોલાવી છે.

સુરેશ પ્રભુ હવે મુસાફરોને ટ્રેનમાં રેડિયો સંભળાવશે

સુરેશ પ્રભુ હવે મુસાફરોને ટ્રેનમાં રેડિયો સંભળાવશે

રેલવે પોતાની તમામ ગાડીઓ અને સ્ટેશનો પર એફએમ રેડિયો દ્વારા રેલવેનો રેડિયો લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ માટે રેલવે વિભાગ સૂચના અને પ્રસારણ વિભાગ પાસે લાયસન્સ લેવા માટે નહીં જાય. કારણકે રેલવે ઇન્ટરનેટ આધારીત રેડિયો ચેનલ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે.

લખનૌમાં 12 વર્ષીય સગીરા સાથે લૂંટારુઓએ કર્યો ગેંગરેપ

લખનૌમાં 12 વર્ષીય સગીરા સાથે લૂંટારુઓએ કર્યો ગેંગરેપ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં લૂંટ બાદ ગેંગરેપની ઘટના સામે આવી છે. આઠ બદમાશોએ લૂંટનો વિરોધ કરવા પર મા-બાપને નિર્દયતાથી ફટકાર્યા અને બંદૂકની અણિએ દીકરી પર ગેંગરેપ કર્યો. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X