For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇડીએ વિજય માલ્યાની 6630 કરોડની પ્રોપર્ટી કરી અટેચ

|
Google Oneindia Gujarati News

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ઇડીએ વિજય માલ્યાની 6630 કરોડની પ્રોપર્ટી કરી અટેચ

ઇડીએ વિજય માલ્યાની 6630 કરોડની પ્રોપર્ટી કરી અટેચ

દેશની બેંકોથી કરોડો રૂપિયાનું દેણું લઇને વિદેશ જતા રહેલા વિજય માલ્યાની 6630 કરોડ રૂપિયાની પ્રોપર્ટીને ઇડીએ અટેચ કરી લીધી છે. ઇડીએ પોતાની કાર્યવાહી કરતા બેંગલુરુ, મુંબઇ અને દેશના અન્ય શહેરો સ્થિત વિજય માલિયાની સંપત્તિને અટેચ કરી છે. જેના કારણે આવનારા સમયમાં વિજય માલિયાની મુશ્કેલી વધશે તે વાત ચોક્કસ છે.

કાશ્મીર મુદ્દે આજે રાજનાથ કરી સર્વદલીય બેઠક

કાશ્મીર મુદ્દે આજે રાજનાથ કરી સર્વદલીય બેઠક

કેન્દ્રિય ગૃહપ્રધાન રાજનાથ સિંહ રવિવારે કાશ્મીરની મુલાકાતે છે. જે પહેલા તેમણે આજે સર્વદલીય બેઠક કરી કાશ્મીર હિંસા અને પરિસ્થિતિ પર પોતાની રણનીતિ બનાવશે. નોંધનીય છે કે રવિવારે રાજનાથ સાથે 28 સદસ્યોનું સર્વદલીય પ્રતિનિધિમંડળ પણ 2 દિવસના કાશ્મીર પ્રવાસ પર જશે. જ્યાં આ પ્રતિનિધિમંડળ તમામ પક્ષો સાથે મુલાકાત કરશે. કાશ્મીર મુદ્દે બોલવવામાં આવેલી સર્વદલીય બેઠકમાં ગુલામ નબી આઝાદ, મલ્લિકા અર્જૂન ખડગે અને અંબિકા સોની હાજર રહ્યા હતા. જેમાં સીપીઆઇએ કાશ્મીરમાં પેલેટ ગનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવાની માંગ કરી હતી. સાથે જ લોકો જોડે વાત કરીને વિશ્વાસ ઊભો કરવાની માંગણી કરી હતી.

હરિયાણાના પૂર્વ CM હુડ્ડા અને તેમના સાથીઓને ત્યાં CBIની રેડ

હરિયાણાના પૂર્વ CM હુડ્ડા અને તેમના સાથીઓને ત્યાં CBIની રેડ

રિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને તેમના લગભગ 20 સહીયોગીઓને ત્યાં શનિવારે સીબીઆઇએ સવારે રેડ. માનવામાં આવી રહ્યું છે કે માનેસર લેન્ડ ડિલ મામલે આ છાપામારી થઇ છે. સીબીઆઇની ટીમે રોહતક, ગુડગાંવ, પંચકુલા, ચંદીગઢ અને દિલ્હી સહિત સ્થળો પર રેડ પાડી હતી. અને ભૂતપૂર્વ મુખ્યમંત્રીના રહેણાંક અને ઓફિસ વિસ્તારો સમેત પૂર્વઆઇપીએસ અધિકારી અને એક તત્કાલીન આઇપીએસ અધિકારીને ત્યાં પણ રેડ પાડવામાં આવી છે.

જીયોના વિજ્ઞાપનમાં પીએમનો ફોટો શું કરે છે? વિપક્ષ

જીયોના વિજ્ઞાપનમાં પીએમનો ફોટો શું કરે છે? વિપક્ષ

રિલાયન્સ જીયોના વિજ્ઞાપન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટોના ઉપયોગને કોંગ્રેસે અયોગ્ય ગણાવતા સવાલ કર્યો છે કે સરકારી જાહેરાત સિવાય વડાપ્રધાનની છબીનો ઉપયોગ કરવા માટે અનુમતિ મળવી સરળ નથી તો ખાનગી કંપનીને આટલી સરળતાથી કેવી રીતે તેની પરવાનગી મળી ગઇ. નોંધનીય છે કે કોંગ્રેસ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ જાહેરાત પર ટિપ્પણી કરી વિરોધ નોંધાવ્યો હતો.

સેક્સ સીડીમાં ફસાયેલા સંદિપ બચાવતા આશુતોષ આ શું બોલ્યા

સેક્સ સીડીમાં ફસાયેલા સંદિપ બચાવતા આશુતોષ આ શું બોલ્યા

અશ્લીલ સીડી પ્રકરણે કેજરીવાલે મંત્રી સંદીપને પાર્ટીમાંથી નીકાળી દેવામાં આવ્યો છે. જો કે આમ આદમી પાર્ટીના પ્રવક્તા આશુતોષ ગુપ્તાએ સંદીપના બચાવમાં એક બ્લોગ લખ્યો છે. જેમાં તેમની તુલના તેમણે નેહરુ અને ગાંધી સાથે કરી દીધી છે. આશુતોષે કહ્યું છે કે ભારતીય ઇતિહાસમાં આવા અનેક ઉદાહરણ છે જ્યાં નેતાઓએ સામાજીક બંધનોની ચિંતા કર્યા વગર પોતાની ઇચ્છા પૂર્તિ કરી છે. જવાહર લાલ નેહરુનું નામ પણ અનેક મહિલા સહયોગી સાથે આવ્યું છે પણ તેમનું કેરિયર કદી ખરાબ નથી થયું. શું તે પાપ હતું?

આવનારા 5 દિવસોમાં વરસાદની સ્થિતિ જાણો

આવનારા 5 દિવસોમાં વરસાદની સ્થિતિ જાણો

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવનારા પાંચ દિવસોમાં પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશમાં ઉપરી એર સર્ક્યૂલેશનના કારણે ભારે વરસાદની આશંકા છે. સાથે જ બિહાર અને ઝારખંડમાં પણ ભારે વરસાદની આશંકા છે.

English summary
September 3 read todays top national news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X