અફ્રીદીને લઈને અર્શીનું વિવાદીત નિવેદન

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

અફ્રીદીને લઈને અર્શીનું વિવાદીત નિવેદન

અફ્રીદીને લઈને અર્શીનું વિવાદીત નિવેદન

ફરી એકવખત પાકિસ્તાની ક્રિકેટર અફ્રીદીને લઈને મોડેલ અર્શી ખાને વિવાદીત નિવેદન આપ્યું છે. આ અંગે યુટ્યુબ પર એક વિડીયો પણ રિલીઝ થયો છે.

બળાત્કાર પિડીતાને 5 મહિનાથી વધુના ગર્ભને ગર્ભપાત કરાવવાની કોર્ટે આપી મંજૂરી

બળાત્કાર પિડીતાને 5 મહિનાથી વધુના ગર્ભને ગર્ભપાત કરાવવાની કોર્ટે આપી મંજૂરી

ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લાની 13 વર્ષની વિદ્યાર્થીની બળાત્કાર બાદ 5 મહિનાથી વધુના ગર્ભથી હતી. આ કેસમાં લખનઉ હાઈકોર્ટે કેટલીક શર્તોને આધિન ગર્ભપાત કરાવવાની મંજૂરી આપતો મોટો ફેંસલો સંભળાવ્યો છે. કોર્ટે ડોક્ટર્સને આદેશ કર્યા છે કે એ વાતની પુષ્ટી કરવામાં આવે કે ગર્ભપાતથી બાળકીના જીવને કોઈ નુકસાન ન થાય.

બિહારમાં ચૂંટણીની તારીખોનું એલાન

બિહારમાં ચૂંટણીની તારીખોનું એલાન

રાષ્ટ્રીય ચૂંટણી પંચે દિલ્હીમાં આયોજીત એક પ્રેસ કોન્ફરન્સમાં બિહારમાં ચૂંટણીની તારીખોનું એલાન કરી દીધુ છે. બિહારમાં પાંચ તબક્કામાં ચૂંટણીનું એલાન કરી દેવામાં આવ્યું છે. 12મી ઓક્ટોબરે પહેલા તબક્કાનું મતદાન હાથ ધરવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર પાંચ તબક્કામાં મતદાન થશે. અને 8મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

રાકેશ મારિયા નહીં આપે રાજીનામુ

રાકેશ મારિયા નહીં આપે રાજીનામુ

ABP ન્યૂઝ પર રાકેશ મારીયાએ સ્પષ્ટતા કરી દીધી છે કે તેઓ તેમના પદ પરથી રાજીનામુ નહીં આપે. મહત્વપૂર્ણ છે કે પહેલા એવી ખબર હતી કે શીના બોરા કેસમાં તનતોડ મહેનત કરી રહેલા ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર રાકેશ મારિયાને અચાનક મુંબઈ પોલીસ કમિશ્નરના પદેથી હટાવાતા નારાજ થઈને તેઓ રાજીનામું આપી શકે છે. જો કે મહારાષ્ટ્ર સરકારે મંગળવારે જ સ્પષ્ટ કરી દીધુ હતુ કે શીના બોરા કેસની તપાસ રાકેશ મારિયા જ કરશે.

જોવા મળશે ચોખ્ખી ટ્રેન અને પ્લેટફોર્મ

જોવા મળશે ચોખ્ખી ટ્રેન અને પ્લેટફોર્મ

રેલ્વે પ્રધાન સુરેશ પ્રભુએ રેલ બજેટમાં ટ્રેન અને પ્લેટફોર્મની સાફસફાઈ માટે એક વિશેષ યોજનાનું એલાન કર્યુ હતુ. જેના પર અમલની શરૂઆત કરી દેવામાં આવી છે. જી હા ચમકતી ટ્રેન અને પ્લેટફોર્મની સાફસફાઈ માટે અલગથી એક વિભાગને શરૂ કરી દેવામાં આવ્યો છે.

ફરી એકવખત સહારાના કર્મચારીઓ બેસહારા

ફરી એકવખત સહારાના કર્મચારીઓ બેસહારા

સહારાના શ્રી સુબ્રતો રોયની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. સમાચાર મળી રહ્યાં છે RBIએ સહારાની હોલ્ડીંગ કંપનીઓના લાયસન્સ રદ કરી નાખ્યા છે. RBIએ સહારા ઈન્ડીયા ફીનાન્શીયલ કોર્પોરેશન લિમિટેડનું લાઈસન્સ રદ કરી નાખ્યું છે. આ સમાચારથી હજારો કર્મચારીઓને ઝટકો લાગ્યો છે.

દહેજના મામલે ફરિયાદ કરતા પિતા અને પુત્રી પર એસિડ હુમલો

દહેજના મામલે ફરિયાદ કરતા પિતા અને પુત્રી પર એસિડ હુમલો

ઉત્તરપ્રેદશના મુઝફ્ફરનગરમાં પતિ અને ઘરના સભ્યો પર દહેજ અંગેની ફરિયાદ કરતી મહિલા અને તેના પિતા પર એસિડ હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. મહિલા અને તેના પિતા હાલમાં ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X