સીરિયલ રેપિસ્ટ અંગે ચોંકાવનારો ખુલાસો, અન્ય 3 મહિલાઓએ પણ ફરિયાદ નોંધાવી

Written By:
Subscribe to Oneindia News

છેલ્લા 12 વર્ષોમાં 500થી વધુ છોકરીઓને પોતાનો શિકાર બનાવનાર સુનીલ રસ્તોગી અંગે એક પછી એક મોટા ખુલાસા થઇ રહ્યાં છે. હવે જે વાત સામે આવી છે તે વધુ ચોંકાવનારી છે, ઉપલબ્ધ જાણાકરી અનુસાર, આ આરોપીએ ઘણી યુવતીઓને પોતાની સામે કપડા બદલવા મજબૂર કરી હતી. તે યુવતીઓને મોટેભાગે નિર્માણાધીન બિલ્ડિંગ પર લઇ જઇ તેમની સાથે શારીરિક અડપલા કરવાનો પ્રયત્ન કરતો. યુવતીઓને એકલામાં લઇ જઇ એ તેમને પોતાની સામે જ નવા કપડા પહેરવા માટે મજબૂર કરતો અને જે યુવતીઓ આમ કરવાની ના પાડે તેમને ધાબા પરથી નીચે ફેંકી દેવાની ધમકી આપતો. દિલ્હી પોલીસને ત્રણ મહિલાઓએ આ રીતનું નિવેદન આપ્યું છે.

sunil rastogi

આ યુવતીઓએ પોતાની આપવીતી વર્ણવતા કહ્યું કે, વર્ષ 2006માં આ ઘટના ઘટી હતી. ત્યારે બંન્નેની ઉંમર 18 વર્ષથી ઓછી હતી. આ બંન્ને યુવતીઓ એટલી ડરી ગઇ હતી કે તેમણે પોતાની અને પોતાના પરિવારને સુરક્ષનો વિચારી કરીનો આ વાત કોઇને કહી નહોતી.

અંધારી ઓરડીમાં કર્યા શારિરીક અડપલા

પોલીસ અનુસાર જે બે સીગર બાળાઓનું આ આરોપીએ 12 જાન્યુઆરીના રોજ અપહરણ કર્યું હતું, તેમણે પણ આ વ્યક્તિ વિરુદ્ધ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, આરોપીએ તેમને અંધારી ઓરડીમાં બંધ કરી દીધી હતી અને ખોટી રીતે સ્પર્શ કરી રહ્યો હતો. જો કે, બંન્ને બાળાઓ ત્યાંથી ભાગી નીકળવામાં સફળ રહી હતી અને રસ્તે ચાલતા લોકોની મદદ માંગી હતી. આટલું જ નહીં, આરોપીએ આ બંન્નેનું ગળુ દબાવવાની પણ કોશિશ કરી હતી.

મોટાભાગે બપોરનો સમય પસંદ કરતો

આ મામલાની તપાસ કરી રહેલા એક અધિકારીએ જણાવ્યું કે, રસ્તોગી હંમેશા એવી જગ્યા પસંદ કરતો, જ્યાં લોકોની અવર-જવર ઓછી હોય. તે મોટેભાગે નિર્માણાધીન બિલ્ડિંગ અને ખાલી પડેલા ઘર પસંદ કરતો. જો એને એવી કોઇ જગ્યા હાથ ન લાગે તો, તે યુવતીઓને એવી જગ્યાએ લઇ જતો જ્યાં વધુ બેચલર કે સ્ટુડન્ટ્સ રહેતા હોય. તે મોટાભાગે બપોરનો સમય પસંદ કરતો, જ્યારે કોઇના આવવાની સંભાવના નહિંવત હોય અને આથી જ તે હંમેશા ભાગી નીકળવામાં સફળ થતો હતો.

જામીન પર બહાર નીકળ્યો હતો

વર્ષ 2004 સુધીમાં દિલ્હીમાં રહેતો રસ્તોગી પહેલીવાર વર્ષ 2006માં ઉત્તરખંડના રૂદ્રપુરમાં પકડમાં આવ્યો હતો. તેને જામીન પર બહાર કાઢવામાં આવ્યો હતો. વર્ષ 2016માં પણ ફરી રૂદ્રપુર ખાતે જ તેની પર કેસ દાખલ કરવામાં આવ્યો. પોલીસે જણાવ્યું હતું કે, વર્ષ 2016માં તેની વિરુદ્ધ પૉક્સો એક્ટ હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો હતો અને ફરી એક વાર તે જામીન પર બહાર નીકળ્યો હતો. ત્યારબાદની સુનાવણીમાં જેસ જવાની જગ્યાએ તે અંડરગ્રાઉન્ડ થઇ ગયો. 13 ડિસેમ્બર, 2016ના રોજ તેણે ન્યૂ અશોક નગરમાં એક છોકરી સાથે છેડછાડ કરવાની કોશિશ કરી હતી. આ મામલાની તપાસ ચાલતી હતી, એ દરમિયાન જ તેણે 12 જાન્યુઆરીના રોજ અન્ય બે બાળકીઓનું અપહરણ કરી તેમની છેડછાડ કરવાની કોશિશ કરી હતી. આ ઘટના બાદ આરોપી ફસાઇ ગયો અને પોલીસે તેની ધરપકડ કરી હતી.

ધરપકડ બાદ આરોપી સુનીલ રસ્તોગીએ દાવો કર્યો હતો કે, તે વર્ષ 2004થી આવી ઘટનાઓને અંજામ આપી રહ્યો છે, પરંતુ આજ સુધી કોઇ મહિલાએ ફરિયાદ નોંધાવી નથી.

English summary
Serial rapist abused minor girls on rooftop by threatening to throw down.
Please Wait while comments are loading...