હરિયાણાઃ 8 વર્ષની બાળકીના બળાત્કાર-હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા
હરિયાણામાં રેવાડીની એક અદાલતે 8 વર્ષની બાળકીને દુષ્કર્મ બાદ હત્યા મામલે એક 19 વર્ષના યુવકને ફાંસીની સજા સંભળાવી છે.
હરિયાણામાં રેવાડીની એક અદાલતે 8 વર્ષની બાળકીને દુષ્કર્મ બાદ હત્યા મામલે એક 19 વર્ષના યુવકને ફાંસીની સજા સંભળાવી છે. ઘટના આ વર્ષે જૂન મહિનાની છે. અધિક જિલ્લા ન્યાયાધીશ નરેશ કુમારની અદાલતે છ મહિનાના આ ચુકાદો સંભળાવ્યો. કોર્ટે ધોળે દિવસે કરેલા આ ગુનાને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવ્યો છે અને કહ્યુ કે આ 2012ના નિર્ભયા ગેંગરેપથી કમ નહોતો એટલે આમાં પણ એના જેવી જ સજા મળવી જોઈએ.

ઘટના 9 જૂનની છે. રેવાડીના બાવળમાં પીડિતા પોતાના ભાડાના મકાનમાં એકલી હતી. તેના પિતા અને મા નાના ભાઈને ઈલાજ માટે હોસ્પિટલ લઈને ગયા હતા. દોષિત યુવક કે જે પીડિતાના પિતાની ફેક્ટરીમાં કામ કરતો હતો. તે મકાનમાં ભાડા પર રૂમ રાખીને રહેતો હતો. યુવકે બાળકીને એકલી જોઈને પોતાના રૂમમાં બોલાવી અને આ જધન્ય ગુનાને અંજામ આપ્યો. સુનાવણી દરમિયાન કોર્ટે આ પણ જોયુ કે યુવકે પહેલા બાળકીને અશ્લીલ ફિલ્મ પણ બતાવી હતી.
પોર્ન ફિલ્મ બતાવ્યા બાદ યુવક બાળકી સાથે અશ્લીલ હરકત કરવા લાગ્યો. જ્યારે બાળકીએ તેનો વિરોધ કર્યો તો યુવકે તેના હાથ પગ કપડાથી બાંધી દીધા અને તેની પર બળાત્કાર કર્યો. બાળકી બધી વાત પોતાના માતપિતાને ન કહી દે એવા ડરથી તેણે બાળકીનું ગળુ દબાવી તેની હત્યા કરી દીધી અને તેનુ શબ રૂમની અલમારીમાં છૂપાવી દીધુ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
