સાત મંત્રીઓને મોદીએ અમેરિકા જતાં રોક્યા
નવી દિલ્હી, 27 સપ્ટેમ્બરઃ નરેન્દ્ર મોદી જે હાલના સમયે અમેરિકા યાત્રા પર છે, પોતાના કેબિનેટ મંત્રીઓની અમેરિકન યાત્રાને રદ કરાવી અમેરિકા ગયા છે. ફર્સ્ટ પોસ્ટના એક અહેવાલ અનુસાર મોદીના કેબિનેટ મંત્રીઓ અરૂણ જેટલી, સુષમા સ્વરાજ, નીતિન ગડકરી, અનંત ગીતે, નરેન્દ્ર સિંહ તોમર, પીયૂષ ગોયલ અને નિર્મલા સીતારમનને ન્યૂયોર્કમાં થનારા ‘ઇન્ડિયા ઇનવેસ્ટમેન્ટ ફોરમ'માં ભાગ લેવાના હતા.

‘ઇન્ડિયા ઇનવેસ્ટમેન્ટ ફોરમ' વિશ્વની સૌથી મોટી સમિટ છે અને તેમાં સૌથી મોટી કંપનીઓ ઉપસ્થિત રહે છે. આ સમિટના આયોજકોમાના એક આયોજક તરફથી ફર્સ્ટ પોસ્ટને જાણકારી આપવામાં આવી છે, ‘આ તમામ મંત્રીઓએ પોતાનું નામ પરત લઇ લીધું છે કારણ કે તેમને વડાપ્રધાન તરફથી આવું કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.'
આ આયોજક અનુસાર વડાપ્રધાને હવે નિર્ણય કર્યો છેકે તે પોતાના તમામ મંત્રીઓના પ્રવાસ સાથે જોડાયેલા નિર્ણયો જાતે લેશે અને એ વાત પર નજર રાખશે કે ભારત બહાર કેવા પ્રકારની ભારતની છબી રજૂ કરવામાં આવી રહી છે. મોદી એ વાતને સુનિશ્ચિત કરવાના પુરતા પ્રયાસોમાં લાગેલા છેકે અમેરિકાની બિઝનેસ કોમ્યુનિટીને તેઓ યોગ્ય રીતે આકર્ષિત કરી શકશે. મોદી વોશિંગટનમાં યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ તરફથી આયોજીત સમારોહમાં હાજર રહેશે અને આ કાઉન્સિલને સંબોધિત કરશે.












Click it and Unblock the Notifications
