Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાયબરેલીમાં ભીષણ રોડ દુર્ઘટના, 7 લોકોની મૌત, 35 ઘાયલ

ઉત્તરપ્રદેશ રાયબરેલીમાં એક ભીષણ રોડ દુર્ઘટનામાં 7 લોકોની મૌત થઇ ગઈ છે, જયારે 35 લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે.

ઉત્તરપ્રદેશ રાયબરેલીમાં એક ભીષણ રોડ દુર્ઘટનામાં 7 લોકોની મૌત થઇ ગઈ છે, જયારે 35 લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે. આ ઘટના રાયબરેલીના ઊચાહર વિસ્તારની છે. જ્યાં મણિરામપુર નહેર પાસે શનિવારે સાંજે 6 વાગ્યે બસ અને પીકઅપ વાહનની જોરદાર ટક્કર થઇ. ટક્કર એટલી જોરદાર હતી કે પીકઅપ વાહનના ફુરચા ઉડી ગયા અને તેમાં મુસાફરી કરી રહેલા 5 લોકોની જગ્યા પર જ મૌત થઇ ગઈ, જયારે બીજા 2 લોકોએ જિલ્લા હોસ્પિટલમાં દમ તોડ્યો.

road accident

ખરેખર ઊચાહર ચોકી ક્ષેત્રના મદારીપુરથી કેટલાક લોકો પીકઅપ વાહન પર સવાર થઈને શનિવારે ફતેહ પૂર મુંડન સંસ્કાર માટે જઈ રહ્યા હતા ત્યારે જ ખોટી દિશામાંથી આવી રહેલી પ્રાઇવેટ બસે ટક્કર મારી. હાલમાં 12 ઘાયલોનો ઉપચાર નગરના સીએચસી, 9 લોકોને એનટીપીસી અને 10 ઘાયલ લોકોનો ઉપચાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહ્યો છે જયારે ચાર લોકોને લખનવ રેફર કરવામાં આવ્યા છે.

road accident

દુર્ઘટના વિશે જાણકારી મળતા જ જિલ્લાધિકારી સંજય કુમાર ખત્રી અને એસપી સુજાતા સિંહ જગ્યા પર પહોંચ્યા અને ઘાયલોના ઉપચાર માટે વ્યવસ્થા કરાવી. પૂર્વ કેબિનેટ મંત્રી મનોજ કુમાર પાંડેએ ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવા માટે મદદ કરી. તેમને મૃતકો માટે સરકાર પાસે 25-25 લાખ રૂપિયા અને ઘાયલો માટે 5-5 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવાની માંગ કરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X