For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મથુરામાં ટ્રક-ટેમ્પો વચ્ચે અકસ્માત, મધ્ય પ્રદેશ જઈ રહેલા 7 મજૂરના મોત

મથુરામાં ટ્રક-ટેમ્પો વચ્ચે અકસ્માત, મધ્ય પ્રદેશ જઈ રહેલા 7 મજૂરના મોત

|
Google Oneindia Gujarati News

મથુરાઃ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામા સોમવારે મોડી રાતે ગોજારો અકસ્માત સર્જાયો. અહીં ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા સાત લોકોના મોત થયાં છે જ્યારે 2 ઘાયલ થયા છે. ઘટનામાં મરનાર તમામ પ્રવાસી મજૂર હતા, જે પોતાના ઘરે જઈ રહ્યા હતા. લૉકડાઉન વચ્ચે થયેલ દર્દનાક ઘટના બાદ પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો છે. જણાવી દઈએ કે તમામ પ્રવાીસ મજૂર મધ્ય પ્રદેશના નિવાસી હતા.

ગોજારો અકસ્માત

ગોજારો અકસ્માત

મથુરા જિલ્લાના મગોર્રા પોલીસ સ્ટેશન ક્ષેત્રના ઉમરી ગામ પાસે અકસ્માત સર્જાયો. જાણકારી મુજબ મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના પટલી બસરા નિવાસી રામસખી પત્ની અશોક કુમારી, લક્ષ્મી પુત્રી અશોક, રોશની પુત્રી અશોક, રાજૂ ઉર્ફ કૈલાશ પુત્ર મોહન, સિમરન ઉર્ફ શિવમ પુત્ર મનીરામ અને રોટી પુત્રી રામરતન બધા જ રાતે ટેમ્પોથી જાજમ પટ્ટી માટે જઈ રહ્યા હતા, કોઈએ તેમે કહ્યું હતું કે જાજન પટ્ટીથી છતરપુર માટે બસ જઈ રહી છે માટે તેઓ ત્યાં જવા રવાના થી ગયા હતા.

મધ્ય પ્રદેશ જઈ રહ્યા હતા

મધ્ય પ્રદેશ જઈ રહ્યા હતા

રાતે બધા જાજમપટ્ટી માટે નીકળ્યા. ગામ ઉમરી પાસે ભરતપુર તરફતી આવી રહેલ ટ્રકે ટેમ્પોને ટક્કર મારી દીધી. ટેમ્પો સવાર લોકોની ચીસો સાંભલી આસપાસના ગ્રામીણો ત્યાં પહોંચી ગયા. ઘાયલોને ટેમ્પોમાંથી બહાર નીકાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં રામસખી અને લક્ષ્મીના મોત થઈ ગયા હતા. સૂચના મળતા ઈન્સપેક્ટર મગોર્રા રોશન લાલ પોલીસ ફોર્સ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા. એમ્બ્યુલન્સ બોલાવી તમામ ઘાયલોને ઈલાજ માટે લઈ જવામાં આવ્યા. જ્યાં તમામને મૃત ઘોષિત કરવામાં આવ્યા.

પોલીસે કાર્યવાહી શરૂ કરી

પોલીસે કાર્યવાહી શરૂ કરી

ઈન્સપેક્ટરે જણાવ્યું કે ટ્રક જપ્ત કરી લેવામાં આવ્યો છે જ્યારે ટ્રક ચાલક ભાગવામાં સફળ થયો. ટ્રકના નંબરથી માલિકનો પતો લગાવવામાં આવી રહ્યો છે. મૃતકોના પરિજનોને સૂચિત કરી દેવામાં આવ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિજનોને સોંપી દેવામાં આવશે. ઈન્સપેક્ટર મગોર્રા રોશન લાલે જણાવ્યું કે ઘટનામાં બે મજૂર ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા જ્યારે પાંચે હોસ્પિટલમાં દમ તોડ્યો.

મુંબઇમાં 17 મે સુધીમાં ધારા 144 રહેશે લાગુ, કોરોના દર્દીઓની સંખ્યા 9 હજારને પારમુંબઇમાં 17 મે સુધીમાં ધારા 144 રહેશે લાગુ, કોરોના દર્દીઓની સંખ્યા 9 હજારને પાર

English summary
Seven workers died in a truck-tempo collision in Mathura
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X