For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહીન બાગની મહિલાઓ આજે જંતર-મંતર સુધી કરશે પગપાળા માર્ચ, JNU અને જામિયાના છાત્ર પણ થશે શામેલ

નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા સેંકડો શાહીન બાગની મહિલાઓ આજે જંતર મંતર સુધી પગપાળા માર્ચ કરશે.

|
Google Oneindia Gujarati News

નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા સેંકડો શાહીન બાગની મહિલાઓ આજે જંતર મંતર સુધી પગપાળા માર્ચ કરશે. માહિતી અનુસાર જામિયા મિલિયા ઈસ્લામિયા, જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયના છાત્ર પણ આ માર્ચમાં ભાગ લેશે. શાહીન બાગમાં પ્રદર્શન કરી રહેલ વૃદ્ધ મહિલાઓ દાદીના નામથી પણ ઓળખવામાં આવે છે. આજે પણ બધા લોકો ચલો જંતર મંતરનો નારો આપીને પગપાળા રેલી કરશે. આ બધી મહિલાઓ નાગરિકતા સુધારા કાયદા, એનઆરસી, એનપીઆરનો વિરોધ કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે આ મહિલાઓ જંતર મંતર પર પ્રદર્શનકારીઓને સંબોધિત કરશે.

shahin bagh

તમને જણાવી દઈએ કે છેલ્લા એક મહિનાથી વધુ સમયથી આ તમામ મહિલાઓ શાહીન બાગમાં સીએએ, એનઆરસીના વિરોધમાં ધરણા પર બેઠી છે અને આ મહિલાઓ સીએએને પાછુ લેવાની માંગ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓનુ કહેવુ છે કે તે પોતાનુ પ્રદર્શન ત્યાં સુધી ચાલુ રાખશે જ્યાં સુધી સરકાર સીએએ પાછુ ન લઈ લે. તમને જણાવી દઈએ કે મંગળવારે અમુક હથિયારબંધ લોકો પ્રદર્શન સ્થળ પર પહોંચ્યા અને આ લોકોને ધમકી આપી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિના હાથમાં હથિયાર છે. પોલિસનુ કહેવુ છે કે આ વ્યક્તિની ઓળખ મોહમ્મદ લુકમાન તરીકે થઈ છે જેથી શાહીન બાગનો જ રહેવાસી છે, તેની પાસે પોતાની લાયસન્સ પિસ્તોલ હતી.

પોલિસના જણાવ્યા અનુસાર વ્યક્તિ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર છે અને તે પ્રદર્શન સ્થળ પર ગયો હતો. તે અમુક લોકો સાથે ત્યાં પહોંચ્યો હતો અને પ્રદર્શનકારીઓ સાથે વાત કરવા ઈચ્છતો હતો. તે આ લોકોને રસ્તાને ખોલવા માટે વાત કરવા પહોંચ્યો હતો. એક પ્રદર્શનકારી જેનુ નામ સૈયદ તાસીર અહેમદ છે તેણે જણાવ્યુ કે આ વ્યક્તિ સ્ટેજ પર ચડી ગયો અને અમને ધરણા ખતમ કરવાની ધમકી આપવા લાગ્યો. જો કે લોકોએ વ્યક્તિને પકડી લીધો અને અહીંથી હટાવવામાં આવ્યો.

આ પણ વાંચોઃ ઑર્ગેઝમથી સ્કિનમાં આવે છે ગ્લો, એક્ને-પીંપલ્સ અને ડાર્ક સર્કલ પણ રહે છે દૂર

English summary
Shaheen bagh protesters to march to jantar mantar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X