For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ગામમાં પાક્કા રસ્તા નથી, એક ટોયલેટ પણ નથી

લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ જનતાએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ધમકી આપવાનું ચાલુ કરી દીધું છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ જનતાએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ધમકી આપવાનું ચાલુ કરી દીધું છે. ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં એક એવું ગામ છે, જ્યાં પાક્કા રસ્તા નથી, પાક્કી ગટરની સુવિધા નથી, પીવાનું સાફ પાણી નથી. એટલું જ નહીં પરંતુ આ ગામમાં એક પણ ટોયલેટ નથી.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2019: નેતાઓના વાણી વિલાસથી રાજકારણ ગરમાયું

બધા જ ગ્રામીણો નારાજ

બધા જ ગ્રામીણો નારાજ

આ વાતથી નારાજ ગ્રામીણોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાત કહી છે. તેમનું કહેવું છે કે ગામમાં કોઈ પણ નેતા વોટ માંગવા નહીં આવે. ખરેખર આ આખો મામલો નિગોહીના કલ્યાણપુર ગામનો છે, જ્યાં ગ્રામીણોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની વાત કહી છે. તેનું કારણ છે કે અહીંના નેતાઓ પ્રત્યે ગ્રામીણોમાં રોષ છે. ગ્રામીણો અનુસાર હજુ સુધી આ ગામમાં પાક્કા રસ્તા નથી બન્યા, પીવા માટે ચોખ્ખું પાણી નથી અને એક પણ ટોયલેટ નથી બન્યું.

મહિલાઓ બહાર ખુલ્લામાં શૌચ કરે છે

મહિલાઓ બહાર ખુલ્લામાં શૌચ કરે છે

આ ગામની મહિલાઓ આજે પણ બહાર ખુલ્લામાં શૌચ કરવા માટે જાય છે. ગામના લોકોને ઘણી મુસીબત પણ ઉઠાવવી પડી રહી છે. એટલા માટે ગ્રામીણોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ધમકી આપી છે.

બહિષ્કાર કરીને પાઠ ભણાવવો છે

બહિષ્કાર કરીને પાઠ ભણાવવો છે

ગ્રામીણ રામકિશોર અનુસાર જયારે જયારે ચૂંટણી નજીક આવે છે ત્યારે આ ગામમાં નેતાઓનું આવવાનું શરુ થઇ જાય છે. અમે તે નેતાઓની વાતોમાં આવી જઇયે છે. એટલા માટે પોતાનો કિંમતી વોટ આપીને તે નેતાઓને પોતાના માથા પર બેસાડી દઈએ છે. તે નેતા જીત્યા પછી અમને યાદ નથી કરતા અને વિકાસના કામો નથી કરતા. એટલા માટે આ ગામમાં નેતાઓના આવવા પર પ્રતિબંધ છે. આ વખતે ચૂંટણી બહિષ્કાર કરીને તેમને પાઠ ભણાવીશુ.

English summary
shahjahanpur villagers will boycott election for not having toilets and roads
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X