લોકસભા ચૂંટણી 2019: નેતાઓના વાણી વિલાસથી રાજકારણ ગરમાયું
લોકસભા ચૂંટણી 2019: નેતાઓના વાણી વિલાસથી રાજકારણ ગરમાયું
લોકસભા ચૂંટણી સમયે જ મત મેળવવા નેતાઓ બફાટ કરી રહ્યા છે, ત્યારે થોડા દિવસ અગાઉ જ મધુ શ્રીવાસ્તવ અને મોહન કુંડારિયાનો ઓડિયો વાયરલ થતા ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આજે ફરી એક વખત દાહોદ જિલ્લાના ફતેપુરાના ભાજપના ધારાસભ્ય રમેશ કટારાનો મતદારોને ધમકી આપતો વીડિયો વાયરલ થયો છે. ફતેપુરાના ભાજપના ધારાસભ્ય રમેશ કટારા મત મેળવવા ધમકી આપતા કહે છે કે “મોદી સાહેબ કેમેરા લઇને બેઠા છે, કયા બુથમાં કેટલા મત ભાજપને અને કોંગ્રેસને પડ્યા, તે ભાળે છે, આ બધુ તે પોતાની નજરે જોવે છે. જો મત ઓછા મળ્યા તો ભાજપ કામ પણ ઓછું કરશે”

મત માટે નેતાઓના બેફામ બોલ
તો થોડા દિવસ અગાઉ રાજકોટ-જસદણના કનેસરા ગામનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં પાણી મામલે લોકો કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાને ફરીયાદ કરી રહ્યા છે. જો કે આ વીડિયોમાં ખુદ ગ્રામજનો જ બાદમાં સ્વીકારે છે કે ગામની અંદરની ખટપટને કારણેજ પાણીની સમસ્યા છે.. તો વીડિયોમાં કુંવરજી બાવળીયા એવું કહેતા દ્રશ્યમાન થયા કે ધારુ તો કરોડો રૂપિયા ખર્ચીને પાણીની વ્યવસ્થા ઉભી કરાઇ દઉં પરંતુ જ્યારે બોલવાનું હતું ત્યારે કેમ ન બોલ્યા..

સોશિયલ મીડિયામાં વાયરલ થયો બાવળીયાનો વીડિયો
તો બીજી તરફ કુંવરજીની સાથે રહેલો ભાજપનો એક નેતા કહે છે કે કુંવરજીને મળવા માટે આખુ ગુજરાત લાઇનમાં ઉભું રહે છે અને તે આપને મળવા અહીં સામે ચાલીને આવ્યા છે તો તેમની કદર કરો.ત્યારે કુંવરજી કહે છે આ લોકોને કંઇ કદર જ નથી.. કુંવરજી થોડીવારમાં પોતાની ગાડીમાં બેસીને સ્થળ પરથી રવાના થઇ જાય છે.

નેતાઓ કેમ બની રહ્યા છે બેકાબૂ ?
આજે વધુ એક ભાજપના ધારાસભ્યનો વાણી વિલાસ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ બેફામ વાણી વિલાસ કરતા નેતાઓને જાણે કાયદાની કોઈ પરવાહ નથી રહી. આ વાયરલ થયેલા વીડિયોમાં દાહોદની ફતેપુરા બેઠકના ધારાસભ્ય રમેશ કટારા સ્પષ્ટ બફાટ કરતા નજરે પડી રહ્યાં છે. નેતાઓને જાણે કાયદાનો કોઈ ભય જ ન રહ્યો એ રીતે સત્તાની લાલચમાં મદમસ્ત બનીને તેઓ મત મેળવવા ધમકી આપી રહ્યાં છે. ધારાસભ્ય રમેશ કટારા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કહે છે કે જો મત ઓછા મળ્યા તો કામ પણ ઓછું થશે. જણાવી દઈએ કે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ભાજપના ધારાસભ્ય રમેશ કટારાના વીડિયોની સખત પણે ટીકા થઈ રહી છે.












Click it and Unblock the Notifications
