મોદીના સ્વચ્છતા અભિયાન માટે ઝાડું નહીં ઊઠાવે શાહરુખ!
મુંબઇ, 12 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનથી ઘણી સેલિબ્રિટીઝ જોડાઇ રહી છે. બોલિવુડના ઘણા સિતારાઓ ઝાડુ ઊઠાવીને સફાઇ કરતા દેખાઇ રહ્યા છે. તેમાં ઋતિક રોશન, સલમાન ખાન જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે પરંતુ બોલિવુડના બાદશાહ શાહરુખ ખાન આપને ઝાડુ ઊઠાવીને સફાઇ કરતા નહીં દેખાય. આમ તો શાહરુખ મોદીના આ અભિયાનને સમર્થન આપે છે પરંતુ તેમને આના માટે ઝાડું પકડવું મંજૂર નથી. શાહરુખ અનુસાર તેમને ઝાડું ઊઠાવવું સારું નથી લાગતું.

જોકે શાહરુખે અભિયાનમાં બીજી મોટી હસ્તીઓના સામેલ થવાના વખાણ કર્યા. શાહરુખે જણાવ્યું કે 'આ અભિયાનમાં મોટી હસ્તિયોના સામેલ થવાથી લોકોને પ્રેરણા મળે છે.' ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ શાહરુખને આ અભિયાનમાં જોડાવવા માટે નોમિનેટ કર્યા હતા.













Click it and Unblock the Notifications
