For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શક્તિકાંત દાસની ત્રણ વર્ષ માટે RBIના ગવર્નર તરીકે નિમણૂક

કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા શક્તિકાંત દાસને વધુ એક કાર્યકાળ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિએ ગુરુવારની મોડી રાત્રે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા શક્તિકાંત દાસને વધુ એક કાર્યકાળ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિએ ગુરુવારની મોડી રાત્રે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખીય છે કે, શક્તિકાંત દાસને 11 ડિસેમ્બર, 2018ના રોજ સેન્ટ્રલ બેંક RBIના વડા તરીકે ત્રણ વર્ષના સમયગાળા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ ફરી એકવાર તેઓ 3 વર્ષ માટે આ જ પદ માટે ચૂંટાયા છે.

Shaktikanta Das

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર RBI ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે એટલે કે ડિસેમ્બર 2024 સુધી વધારવામાં આવ્યો છે અને તેમની પુનઃનિયુક્તિ 10 ડિસેમ્બરથી લાગુ થશે. RBI એક્ટ હેઠળ કેબિનેટની નિમણૂક સમિતિ ગવર્નરનો કાર્યકાળ વધારવાનો નિર્ણય લઈ શકે છે, પરંતુ આ સમયગાળો 5 વર્ષથી વધુ ન હોય શકે.

શક્તિકાંત દાસ વિશે રસપ્રદ તથ્યો

  • 26 ફેબ્રુઆરી, 1955ના રોજ ઓડિસામાં જન્મેલા શશીકાંત દાસ 1980 બેચના તમિલનાડુ કેડરના IAS અધિકારી છે.
  • તેમણે ઈતિહાસમાં માસ્ટર ડિગ્રી કરી છે.
  • RBI ગવર્નર બનતા પહેલા, તેઓ 2013 થી 2014 સુધી ભારતના ફર્ટિલાઇઝર સેક્રેટરી, 2014 થી 2015 સુધી ભારતના મહેસૂલ સચિવ અને 2015 થી 2017 સુધી ભારતના આર્થિક બાબતોના સચિવ હતા.
  • શશિકાંત દાસ ભારતના પંદરમા નાણાં પંચ અને ભારતના શેરપા G20ના સભ્ય રહી ચૂક્યા છે.
  • શક્તિકાંત દાસે નોટબંધી દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી, તે સમયે તેમણે કેન્દ્ર સરકારનો બચાવ કરતી વખતે 500 અને 2000 રૂપિયાની નવી નોટોના મુદ્દે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

કોણ છે શક્તિકાંત દાસ?

શક્તિકાંત દાસ તમિલનાડુ કેડરના 1980 બેચના IAS ઑફિસર છે. અત્યારે તેઓ પંદરમા ફાઈનાન્સ કમિશનના સભ્ય છે. મે 2017 સુધી તેઓ ભારત સરકારમાં એકોનોમિક અફેર્સ સેક્રેટરી તરીકે ફરજ બચાવી ચૂક્યા છે અનો નોટબંધીની જાહેરાત થઈ તે સમયે પણ તેઓ પોતાનો પદભાર સંભાળી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે માર્કેટમાં કેશની ખપત આવી ત્યારે રિઝર્વ બેંકે પણ ચુપ્પી સાધી હતી અને એવા સમયે શક્તિકાંત દાસ સરકારના નિર્ણયના બચાવમાં મેદાનમાં કુદી પડ્યા હતા.

મહત્વના પદોની સંભાળી જવાબદારી

નાણા કમિશનના સભ્ય શક્તિકાંત દાસને આરબીઆઈના નવા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે શક્તિકાંત દાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફેવરિટ અધિકારીઓ તરીકે ઓળખાય છે. શક્તિકાંત દાસ આ પહેલા આર્થિક બાબતોના સચિવ પદ પર પણ પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. આર્થિક બાબતોના પૂર્વ સચિવ શક્તિકાંત હવે કેન્દ્રીય બેંકની જવાબદારી સંભાળશે. ગયા વર્ષે જ તે સચિવ પદેથી રિટાયર થયા હતા.

નોટબંધીના નિર્ણયમાં મહત્વની ભૂમિકા નિભાવી

રિટાયરમેન્ટ બાદ વર્તમાનમાં ભારતના 15માં નાણા કમિશન અને ભારતના શેરપા જી-20માં સભ્ય છે. ઉલ્લેખનીય છે કે મોદી સરકાના નોટબંધીના નિર્ણયમાં પણ તેમની મુખ્ય ભૂમિકા રહી હતી. માનવામાં આવે છે કે સરકાર તરફથી લેવાયેલ આ નિર્ણયનો ડ્રાફ્ટ બનાવનારામાં દાસ પણ શામેલ હતા.

English summary
Shaktikanta Das has been reappointed as RBI Governor for three years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X