શર્મનાક Video: ગોળી માર્યા પછી ગર્ભવતી ડાન્સરના શવ સાથે....

Posted By:
Subscribe to Oneindia News

માનવતા મરી પરવારી છે? તેવો સવાલ કદાચ તમને આ વીડિયો જોઇને થશે. પંજાબના બઠિંડા જિલ્લાની મૌડ મંડી સ્થિત એક પેલેસમાં શનિવાર રાતે લગ્ન સમારંભ હોવાના કારણે ડાન્સરને બોલવવામાં આવ્યા હતા. જેમાં અચાનક જ ગોળી ચાલવાના કારણે એક ડાન્સરની મોત થઇ ગઇ. નોંધનીય છે કે તે ડાન્સર ગત બે મહિનાથી ગર્ભવતી હતી. આ ડાન્સરનું નામ કુલવિંદર કૌર હતું. ગોળી લાગવાની સાથે જ કુલવિંદર સ્ટેજ પર પડી ગઇ હતી. અને તેની મોત ત્યાં જ થઇ ગઇ હતી.

dancer

માનવતા મરી પરવારી
જો કે તે પછી હાજર લોકોએ તેના શબને ધસેડીને અને અસભ્ય ભાષાનો પ્રયોગ કરીને તેને ત્યાંથી લઇ ગયા. જેના એક વીડિયો હવે સામે આવ્યો છે.
શું છે પૂરો મામલો
શનિવારે સ્થાનીય આર્શીવાદ પેલેસમાં મૌડ મંડીના નિવાસી વિજય કુમારના પુત્ર વરુણ કુમારના લગ્ન હતા. જેમાં સ્ટેજ પર ડાન્સ કરી રહેલી યુવતી પર બિલ્લા નામના યુવકે પોતાની 12 બોર રાઇફલથી અચાનક ગોળી ચલાવી દીધી. માથા પર ગોળી લાગવાના કારણે કુલવિંદર કૌરની ત્યાં જ મોત થઇ ગઇ.
બે જિંદગી બગાડી
બિલ્લા નામનો આ યુવક ડાન્સરો જોડે જઇને ડાન્સ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પણ તેમ કરતા આયોજકો તેને રોક્યો. નશામાં ચૂર તેવા બિલ્લાએ ગુસ્સામાં ડાન્સર પર ગોળી ચલાવી દીધી. તેની આ ભૂલના કારણે એક સામટી બે જિંદગીઓ મરી પરવારી હતી. ત્યારે ડાન્સરના શબને કેવી રીતે લઇ જવામાં આવી તે જુઓ આ વીડીયોમાં...
નોંધ- આ વીડિયોના દ્રશ્યો તમને કમકમાટી ઉપજાવી શકે તેવા છે. તો નબળા મનના લોકોએ આ વીડિયો ન જોવો.

English summary
Kulwinder Kaur (24) was killed after a gunshot was fired by a drunken man and its video went viral. The second video shows that immediately after her death, she was dragged down from the stage
Please Wait while comments are loading...