અજાણી જગ્યાએ મળ્યા ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર, કોંગ્રેસ ટેકો આપી શકે
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની કોઈ અજાણી જગ્યાએ મુલાકાત થઈ. સૂત્રો મુજબ કોંગ્રેસ સૈદ્ધાંતિક રૂપે સમર્થન આપવા તૈયાર છે. માત્ર સરકાર રહીને કે બહારથી એ વાત પર ફેસલો થવો બાકી છે. કોંગ્રેસ સરકારમાં સામેલ થાય તેવું એનસીપી ઈચ્છે છે. જ્યારે કેન્દ્રીય કેબિનેટમાં સામેલ એકમાત્ર મંત્રી અરવિંદ સાવંતે મંત્રિમંડળમાંથી પોતાનું રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસને કેટલાક નેતાઓનું કહેવું છે કે પાર્ટીએ બહારથી સમર્થન કરવું જોઈએ જ્યારે પાર્ટીના અન્ય કેટલાક નેતાઓનું કહેવું છે કે સરકારમાં સામેલ થવું જોઈએ જેનાથી રાજ્યમાં નેતાઓ અને કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનો સંચાર થશે. અગાઉ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક પૂરી થઈ છે અને હવે 4 વાગ્યે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓની બેઠકમાં અંતિમ ફેસલો લેવામાં આવશે.
જ્યારે એનસીપીએ સમગ્ર ફેસલો કોંગ્રેસ પર છોડી દીધો છે. પાર્ટીના નેતા નવાબ મલિકે કહ્યું કે એનસીપીએ કોંગ્રેસ સાથે મળી ચૂંટણી લડી છે અને કોંગ્રેસ વિના તેઓકોઈ ફેસલો નહિ કરે. જણાવી દઈએ કે એનસીપી શિવસેનાની સરકાર બનાવવામાં એકલા ભૂમિકા નિભાવી રિસ્ક લેવા માંગતી નથી. કેમ કે હવે ભાજપ પાસે એમ કહેવાનો મોકો હશે કે સત્તા માટે ત્રણેય પાર્ટીઓ એકસાથે થઈ ગઈ.
જ્યારે શિવસેનાની દલીલ છે કે જ્યારે ભાજપ, પીડીપી સાથે મળીને સરકાર બનાવી શકે છે તો શિવસેના એનસીપી-કોંગ્રેસ સાથે મળીને કેમ ન બનાવી શકે. જણાવી દઈએ કે મહારાષટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 સીટ મળી છે. ભાજપ અને શિવસેનાએ મળીને બહુમતનો 145નો આંકડો પાર કરી લીધો હતો. પરંતુ શિવસેનાએ 50-50 ફોર્મ્યુલાની માંગ રાખી દીધી જે મુજબ અઢી અઢી વર્ષ સરકાર ચલાવવાનું મોડેલ હતું. શિવસેનાનું કહેવું છે કે ભાજપ સાથે સમજૂતી આ ફોર્મ્યુલા પર થઈ હતી પરંતુ ભાજપનો દાવો છે કે આવી કોઈ સમજૂતી થઈ નથી. જેને લઈ મતભેદ એટલો વધ્યો કે બંને પાર્ટીઓની 30 વર્ષ જૂની દોસ્તી ટૂટી ગઈ છે.
મહારાષ્ટ્રમાં બદલાયેલ રાજનૈતિક સમીકરણો વચ્ચે શરદ પવારે NCP કોર ગ્રુપની બેઠક બોલાવી