પૂર્વ IPSનો ધડાકો, શરદ પવારને બચાવી રહ્યાં છે કેજરીવાલ

સિંહે આરોપ લગાવ્યો છે કે, કેજરીવાલે તેમની સાથે મળીને તપાસ હાથ ધરી હતી, પરંતુ જે તથ્યો તેમની જાણકારીમાં આવ્યા હતા, તેને કેજરીવાલ મીડિયા સામે લાવ્યા નહીં. કૌભાંડ અંગે જે જાણકારી આપવામાં આવી, તેના કરતા પણ મોટો સિંચાઇ કૌભાંડ છુપાવવામાં આવ્યો છે.
સિંહે કહ્યું છે કે, હવે મારું એ કર્તવ્ય હતું કે કારણ કે, એક મોટા ગજના નેતાને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, તો હું મીડિયાને સાચી વાત જણાવું. કેજરીવાલ પણ આવું કરી શકતા હતા અને તેમની પાસે પણ બધી જાણકારી હતી, પરંતુ તેમણે આમ કર્યું નહીં.
સિંહે દાવો કર્યો છે કે, ભલે મારી વાતનો વિશ્વાસ કરવામાં આવે નહીં, પરંતુ જે પુરાવા હું તમારી સામે મુકી રહ્યો છું, તેની તપાસ કરવામાં આવે. શરદ પવાર ઘણા મોટા રાજકારણી છે અને તપાસ પછી તમે નક્કી કરો કે તેમને કેન્દ્રમાં મંત્રી પદે રહેવાનો અધિકાર છે કે નહીં.












Click it and Unblock the Notifications
