પ્રફુલ્લ પટેલના ઘરે શરદ પવારની ભત્રીજા અજીત સાથે બેઠક

આ ગેરરીતિ એ સમયે થઇ હતી જ્યારે તેઓ વર્ષ 1999-2009માં સિંચાઈ વિભાગના મંત્રી હતાં. અજીત પવાર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા અન્ય 19 એનસીપી મંત્રીઓએ પણ રાજીનામા આપ્યા હતા.
એનસીપીને શંકા છે કે નુક્સાનકારક માહિતી લીક થવા પાછળ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવાણનો હાથ છે. શરદ પવાર એ તમામ મંત્રીઓને મળ્યાં જેમણે પોતાના રાજીનામા રાજ્ય એકમના પ્રમુખ મધુકર પિછાડને સોંપ્યા હતા.
એનસીપી લેજિસ્લેટર અને મંત્રીઓ બુધવારે એવુ ઇચ્છી રહ્યાં હતા કે અજીત પવાર રાજીનામું પાછું ખેંચી લે. શરદ પવાર દ્રારા અજીત પવારનું રાજીનામું સ્વિકારી લેવા અંગે નિર્ણય કરવામાં આવશે, જો કે અન્ય 19 મંત્રીઓને રાજીનામું પરત ખેંચી લેવા જણાવાયું હતું.
એવા સમાચાર છે કે, શરદ પવાર કદાચ એનસીપીની લેજીસલેટીવ મીટિંગ પહેલાં રાજ્યના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવાણને મળશે. ચવાણે હજૂ સુધી અજીત પવારનું રાજીનામું સ્વિકાર્યું નથી.












Click it and Unblock the Notifications
