Sharad Pawar: 'સાવરકરે ઘણા પ્રગતિશીલ વાતો કરી જેને નજરઅંદાજ ના કરી શકાય,' શરદ પવારનુ નિવેદન
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી પ્રમુખ શરદ પવારે વીર સાવકરના વિવાદ વચ્ચે પોતાનુ નિવેદન આપ્યુ હતુ. શરદ પવારે શનિવારે કહ્યુ કે, સાવરકરે ઘણી સારી પ્રગતિશીલ વાત કરી, જેને નજર અંદાજ ના કરી શકાય. જેમ કે મે પહેલા પણ કહ્યુ હતુ કે, આપણે સાવરકરની પ્રગતીશીલ પક્ષને જોવો જોઇએ. આજ તે આપણી વચ્ચે નથી જે આપણી વચ્ચે નથી તેના વિશે કોઇ પણ વિષય પર ચર્ચા કરવાની જરુર નથી. સાવરકર કોઇ રાષ્ટ્રીય મુદ્દો નથી.

શરદ પવારે કહ્યુ કે, મને નથી લાગતુ કે રાહુલ ગાધીનું લંડન ભાષણ વાળો મુદ્દો આટલુ મહત્વનુ છે. કેમ કે, આજનુ નથી કે ,તેને આલોચના કરવામાં આવતી હોય. પૂર્વમાં પણ નેતાઓએ સરકારની આલોચના કરી છે. ફક્ત આવા મુદ્દાને વારંવાર ઉઠઆવામાં આવે છે. જો દેશમાં કોઇ મુદ્દા પર લોકોને સમસ્યા છે અને કોઇ તેમની વાત કરે છે.તો મુદ્દા પર ધ્યાન આપવુ જોઇએ.
માનહાની મામલે સાસંદની સભ્યતા રદ્દ થયા બાદ રાહુલ ગાધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પીએમ મોદી અને ભાજપ પર હુમલો કર્યો હતો. માફી માંગવાના સવાલ પર રાહુલ ગાધીએ કહ્યુ કે, મારુ નામ સાવરકર નથી મારુ નામ ગાંધી છે. ગાંધી કોઇની માફી નથી માંગતા
રાહુલ ગાધીએ સાવરકર પર જે નિવેદન આપ્યુ હતુ બસ તેના પર માફીની માગ કરવામાં આવી રહી છે. આ મુદ્દાને લઇને સહયોગી શિવસેનાને કોગ્રેસ નાતાની નિંદા કરી હતી. ત્ાર બાદ મામલામાં વીર સાવરકર પૌત્ર રંજીત સાવરકરનું નિવેદન સામે આવ્યુ છે. સાથે જ તેમણે રાહુલ ગાંધી પાસે માફી સાથે જોડાયેલા સબુત માંગ્યા હતા. ન્યુઝ એજેન્સી એએનઆઇ સાથે વાત કરતા રંજીત સાવરકરે કહ્યુ કે, રાહુલ ગાધીએ કહ્યુ કે, તે માફી નહી માંગે કેમ કે તે સાવરકર નથી હુ તેમને પડકાર ફૈંકુ છુ કે, તે દસ્તાવેજ આપે જેમા તેમણે માફી માગી હોય.












Click it and Unblock the Notifications
