શરદ પવારે રાહુલ નહિ આ નેતાઓને ગણાવ્યા પીએમ પદના મોટા દાવેદાર
એનસીપી પ્રમુખ શરદ પવારનું એક નિવેદન આવ્યુ છે જેનાથી કોંગ્રેસને ઝટકો લાગી શકે છે.
લોકસભા ચૂંટણી 2019 દરમિયાન પીએમ મોદી સામે કોણ? આ વિશે ચર્ચાઓ વધતી દેખાઈ રહી છે. ભાજપ પણ આ મુદ્દે ખુલીને બેટિંગ કરતી જોવા મળી રહી છે અને વિપક્ષી દળોને પીએમ પદના ઉમેદવાર મુદ્દે કટાક્ષ કરતા રહે છે. બીજી તરફ એનસીપી પ્રમુખ શરદ પવારનું એક નિવેદન આવ્યુ છે જેનાથી કોંગ્રેસને ઝટકો લાગી શકે છે. શરદ પવારે જણાવ્યુ કે બસપા સુપ્રીમો માયાવતી, ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી અને ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુને પીએમ પદના મોટા દાવેદાર ગણાવ્યા છે.

પીએમ પદ માટે રાહુલની દાવદારી ચર્ચાને અકારણ ગણાવી
એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટવ્યુમાં એનસીપી પ્રમુખ શરદ પવારે ઘણા મુદ્દે વાત કરી. શરદ પવારે કહ્યુ કે ચૂંટણી પરિણામો બાદ બિન એનડીએ પક્ષોના નેતાઓમાંથી એક સર્વમાન્ય ચહેરો પ્રધાનમંત્રી પદનો દાવેદાર હશે. તેમણે રાહુલ ગાંધીની દાવેદારીને અકારણ ગણાવી અને કહ્યુ કે માયાવતી, મમતા બેનર્જી અને ચંદ્રાબાબુ નાયડુ જેવા ચહેરા પીએમ પદના મોટા દાવેદાર છે.

માયાવતી, મમતા અને નાયડુ દાવેદાર - પવાર
પવારે કહ્યુ કે ચૂંટણી પરિણામો બાદ સરકાર બનાવવા માટે બિન એનડીએ દળોને એક કરીને સ્થાયી સરકાર બનાવવાની દિશામાં પ્રયાસ કરશે. શરદ પવારે સીટો વિશે કોઈ આંકડા તો નથી આપ્યા પરંતુ કહ્યુ કે ગઈ વખતની તુલનામાં આ ચૂંટણીમાં મોટો સુધારો થશે. તેમણે કહ્યુ કે દેશમાં પરિવર્તનનો માહોલ છે.

ભાજપનું શાસન દેશના હિતોની રક્ષા કરનારુ નથીઃ પવાર
ત્રીજા મોરચાના સવાલ પર શરદ પવારે કહ્યુ કે ભાજપનું શાસન દેશના હિતોની રક્ષા કરનારુ નથી, આમાં બદલાવની જરૂર છે. તેમણે કહ્યુ કે તે મળીને એક વિકલ્પ નક્કી કરશે. ડીએમકે પોતાના રાજ્યમાં સારી સ્થિતિમાં છે પરંતુ યુપીમાં ડીએમકે કામ કરશે એવી સ્થિતિ નથી અને તે વિચારતા પણ નથી. તેમણે કહ્યુ કે તે પરસ્પર સહયોગથી કામ કરશે. કૉમન મિનિમમ પ્રોગ્રામ બનાવશે.

મોદીની સરકાર જવી જોઈએઃ શરદ પવાર
શરદ પવારે કહ્યુ કે દેશમાં સારા નેતાઓની કોઈ કમી નથી. પવારે કહ્યુ, ‘અમે નક્કી કરીશુ કે પરિણામ સામે આવ્યા બાદ કોને ચૂંટવામાં આવે. ઘણા નેતા છે જે સક્ષમ છે પરંતુ કોઈનું પણ નામ લેવાનું અનુચિત ગણાશે.' પોતાની પીએમ પદની દાવેદારીના સવાલ પર શરદ પવારે કહ્યુ, ‘હું આનો દાવેદાર નથી, મને બદલાવ જોઈએ, મોદીની સરકાર જવી જોઈએ. અમારી પાસે મેજિક ફિગર આવ્યા બાદ અમે બધા બેસીને કોઈ એકને ચૂંટીશુ.'












Click it and Unblock the Notifications
