એનસીપી પ્રમુખ શરદ પવાર લેશે રાજનીતિમાંથી સંન્યાસ

sharad pawar
મુંબઇ, 1 ફેબ્રુઆરી: એવું લાગે છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર રાજનીતિમાંથી સંન્યાસ લેવાનું મન બનાવી રહ્યા છે. એવા સંકેત ખુદ શરદ પવારે આપ્યા છે. તેમણે જણાવ્યું કે હું રાજનીતિમાં 46 વર્ષથી છું. હવે યુવાનોને તક આપવી જોઇએ.

રાહુલ ગાંધીને પીએમ બનાવવા પર શરદ પવારે જણાવ્યું કે એ કોંગ્રેસનો અંદરનો મામલો છે. જોકે યુપીએ 3ના પીએમ પદ માટેનો નિર્ણય બધી જ સહયોગી પાર્ટીઓની વાતચીત બાદ થશે.

શરદ પવારે સમય પહેલા લોકસભા ચૂંટણી યોજાવાની સંભાવનાને નકારી કાઢી કાઢી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે જે પાર્ટીને 170-180 સીટ મળશે તે જ સરકાર બનાવશે.

શરદ પવારે જણાવ્યું કે 'મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટીને એટલી સીટ મળી શકે છે. એ ઉપરાંત કોઇ અન્ય વિકલ્પ નથી. જો તેલંગાણાનું ગઠન થાય છે તો ત્યાંની તમામ બેઠકો કોંગ્રેસના ખાતામાં આવશે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X