For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શરદ યાદવ બિહારથી રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાઇ આવ્યા

|
Google Oneindia Gujarati News

પટણા, 13 જૂન : જનતાદળ યુનાઇટેડ (જેડીયુ)ના અધ્યક્ષ શરદ યાદવ બિહારથી રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાઇ આવશે તે લગભગ નક્કી છે. જો કે બાકીની બે અન્ય બેઠકો માટે જનતાદળ યુનાઇટેડના ઉમેદવારો, જેડીયુના જ બળવાખોરો અને ભાજપાના સમર્થનવાળા અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ રસાકસી ભર્યો રહેવાની શક્યતા છે.

બિહારમાં આજે ઉમેદવારી પાછી ખેંચવાનો અંતિમ દિવસ છે. આજનો દિવસ પૂરો થયા પછી વિધાનસભા સચિવ હરેરામ મુખિયાએ લોકજનશક્તિ પાર્ટીના અધ્યક્ષ રામવિલાસ પાસવાન દ્વારા ખાલી કરવામાં આવેલી બેઠક પર શરદ યાદવ નિર્વિરોધ ચૂંટાઇ આવવાની ઘોષણા કરી છે. લોજપાના અધ્યક્ષ રામવિલાસ પાસવાને લોકસભા ચૂંટણીઓમાં વિજય મેળવ્યા બાદ પોતાની બેઠક છોડી દીધી છે.

sharad-yadav

બિહારમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી અધિકારી મુખિયાએ આ બાબતની માહિતી આપી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે અન્ય બે બેઠકો માટે ચાર ઉમેદવારો મેદાનમાં છે. જે બે બેઠકો ખાલી પડી છે તેમાંથી એક સીટ ભાજપના રાજીવ પ્રતાપ રુડી અને રાજદ છોડીને ભાજપમાં જોડાયેલા રામકૃષ્ણ યાદવના લોકસભા ચૂંટણીઓમાં જીત મેળવ્યા બાદ ખાલી પડી છે. આ બેઠકો માટે 19 જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે.

English summary
Sharad Yadav was elected unopposed to the Rajya Sabha from Bihar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X