Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શરજીલ ઈમામનુ કબૂલનામુ - વીડિયોમાં જે કહ્યુ, મને તેના પર કોઈ પસ્તાવો નહિ

દેશદ્રોહના આરોપમાં પકડાયેલ શરજીલ ઈમામે પોલિસ પૂછપરછમાં મોટુ કબૂલનામુ કર્યુ છે.

દેશદ્રોહના આરોપમાં પકડાયેલ શરજીલ ઈમામે પોલિસ પૂછપરછમાં મોટુ કબૂલનામુ કર્યુ છે. દિલ્લી પોલિસના દાવા મુજબ પૂછપરછમાં શરજીલે માન્યુ છે કે વિવાદિત અને ભડકાઉ ભાષણોવાળો વીડિયો તેનો જ છે. સાથે જ તેણે એ પણ કહ્યુ કે, 'તેણે કોઈ બીજા રેફરન્સમાં આ વાત કહી હતી પરંતુ તેની વાતોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો. પોલિસના જણાવ્યા મુજબ શરજીલે કહ્યુ કે, વીડિયો મારો જ છે. તેની સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી પરંતુ આ મારી આખી ક્લિપ નથી.'

ભારત ઈસ્લામ રાષ્ટ્ર બનવુ જોઈએ

એટલુ જ નહિ પૂછપરછમાં શરજીલે એ પણ કબૂલ કર્યુ છે કે તેને તેની ધરપકડનો કોઈ અફસોસ નથી. પોલિસે એ પણ દાવો કર્યો કે પૂછપરછમાં શરજીલે કહ્યુ કે ભારત ઈસ્લામ રાષ્ટ્ર બનવુ જોઈએ. અહીં મુસલમાનો સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

5 દિવસના પોલિસ રિમાન્ડ પર મોકલ્યો કોર્ટે

દેશદ્રોહના કેસમાં પકડાયેલા શરજીલ ઈમામાને દિલ્લીની એક કોર્ટે બુધવારે પાંચ દિવસની પોલિસ કસ્ટડીમાં મોકલી દીધો. શરજીલના વકીલ મિશિકા સિંહે જણાવ્યુ કે તેને કડક સુરક્ષા વચ્ચે સાંજે મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પુરુષોત્તમ પાઠકના આસ પર તેમની સમક્ષ હાજર કરવામાં આવ્યો. વકીલે જણાવ્યુ કે પોલિસે શરજીલની પૂછપરછ માટે છ દિવસોની કસ્ટડી માંગી હતી. જામિયા મિલિય ઈસ્લામિયા અને અલીગઢમાં ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં શરજીલની મંગળવારે બિહારના જહાનાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. તેને બુધવારે દિલ્લી લાવવામાં આવ્યો હતો.

Videoમાં આ કહી રહ્યો હતો શરજીલ

Videoમાં આ કહી રહ્યો હતો શરજીલ

જે વિવાદિત વીડિયોના આધારે શરજીલની ધરપકડ કરવામાં આવી, તેમાં તે એ કહેતો દેખાઈ રહ્યો છે કે - ‘તમે જાણો છો અસમમા મુસલમાનો સાથે શું થઈ રહ્યુ છે એનઆસી ત્યાં લાગુ થઈ ચૂક્યુ છે અને લોકોને ડિટેન્શન કેમ્પોમાં મોકલવામાં આવી રહ્યા છે. શરજીલે કહ્યુ કે આપણે અસમના રસ્તા બંધ કરવા પડશે જેનાથી સેના અને અન્ય સપ્લાય ત્યાં ન પહોંચી શકે. મૂર્ગીની ગરદન મુસલમાનોના હાથમાં છે. તમને જણાવી દઈએ કે અસમને ભારતથી કાપીને અલગ કરવાનુ આહવાન કરનાર શરજીલ ઈમામ જેએનયુમાં મૉર્ડન હિસ્ટ્રીનો છાત્ર છે. તેણે આઈઆઈટી બોમ્બેથી કમ્પ્યુટર સાયન્સો અભ્યાસ કર્યો છે. સાથે તે ઘણી વેબસાઈટમાં કોલમ લખે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X