2019માં રાહુલ ગાંધીને પીએમ ઉમેદવાર બનાવવા પર થરુરનું મોટુ નિવેદન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરુરે પણ એ વાત તરફ ઈશારો કર્યો છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં સંભવ છે કે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી ઉમેદવાર નહિ હોય.
આગામી લોકસભા ચૂંટણી માટે જે રીતે વિપક્ષ મહાગઠબંધનની તૈયારી કરી રહ્યુ છે, તેની સૌથી મોટી સમસ્યા એ છે કે આ મહાગઠબંધનના નેતા કોણ હશે. એક તરફ જ્યાં રાહુલ ગાંધીને તેમના નેતા માનવામાં આવી રહ્યા હતા તો બીજી તરફ ઘણા એવા પક્ષ હતા જે રાહુલ ગાંધીને પોતાના નેતા માનવા માટે તૈયાર નહોતા. જો કે ખુદ રાહુલ ગાંધીએ આ વાત અંગે કહ્યુ હતુ કે જરૂરી નથી કે તે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હોય. પરંતુ હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરુરે પણ એ વાત તરફ ઈશારો કર્યો છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં સંભવ છે કે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી ઉમેદવાર નહિ હોય.

સાથે મળીને લેશે નિર્ણય
શશિ થરુરે કહ્યુ કે તેમનો પક્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા ગઠબંધન જરૂર કરશે પરંતુ પ્રધાનમંત્રી ઉમેદવારના નામનો નિર્ણય એકસાથે મળીને બેસીને લેવામાં આવષે. તેમણે કહ્યુ કે મહાગઠબંધનમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર કોણ હશે એનો નિર્ણય બધાની સાથે વાતચીત કરીને થશે. તેમણે કહ્યુ કે અમે ભાજપની લાઈન પર આગળ નહિ વધે, અમારી વચ્ચે પીએમ પદના ઉમેદવારના નામ માટે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે.

કાબેલ નેતાઓની ઉણપ નથી
થરુરે કહ્યુ કે પક્ષની અંદર કાબેલ લોકોની ઉણપ નથી. અમારી પાસે ઘણા દિગ્ગજ નેતા છે. પ્રણવ મુખર્જી અને પી ચિદમ્બરનો ઉત્કૃષ્ટ રેકોર્ડ તમે જોઈ શકો છો. તેમણે કહ્યુ કે અમારી પાસે મુખર્જી અને ચિદમ્બરમ જેવા નેતા છે જેમનું કેરિયર ઘણુ જબરદસ્ત રહ્યુ છે. જો કે થરુરે સ્પષ્ટ કર્યુ છે કે રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીની અંદર નેતાઓ અને કાર્યકર્તાઓની પહેલી પસંદ છે. આ દરમિયાન થરુરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર એક વાર ફરીથી હુમલો કર્યો છે. તેમણે કહ્યુ કે પીએમ સફેદ ઘોડા પર બેઠેલા હીરોની જેમ છે જેમના હાથમાં તલવાર છે.

પીએમઓથી થાય છે બધા નિર્ણય
પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધતા થરુરે કહ્યુ કે તે વન મેન આર્મી છે જેમની આગળ દરેક જણ નાચી રહ્યુ છે. દેશના ઈતિહાસમાં પ્રધાનમંત્રી કાર્યલય અત્યાર સુધીનું સૌથી કેન્દ્રીત કાર્યાલય બની ગયુ છે. બધા નિર્ણયો પીએમઓથી જ લેવામાં આવે છે. બધી ફાઈલો પાસ કરવા માટે પીએમઓ મોકલવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે થરુરે પીએમ મોદીની તુલના વિંછી સાથે કરી હતી જેના કારણે તે વિવાદોમાં આવી ગયા હતા.












Click it and Unblock the Notifications
