For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શીના બોરા મર્ડર કેસમાં CBI, ‘ઈદ્રાણી મુખર્જીના લાઈ ડિટેક્ટર ટેસ્ટનો હવે કોઈ ફાયદો નહિ'

શીના બોરા મર્ડર મામલે આરોપી ઈન્દ્રાણી મુખર્જીનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવાની માંગવાળી અરજીનો તપાસ એજન્સીએ વિરોધ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

શીના બોરા મર્ડર મામલે આરોપી ઈન્દ્રાણી મુખર્જીનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવાની માંગવાળી અરજીનો તપાસ એજન્સીએ વિરોધ કર્યો છે. અરજી અંગે સીબીઆઈએ પોતાનો જવાબ નોંધીને કહ્યુ છે કે શીના બોરા મર્ડર કેસની પ્રારંભિક તપાસમાં ઈન્દ્રાણી મુખર્જીનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવાની માંગ કરવામાં આવી હતી પરતુ હવે તેના માટે ઈનકાર કરી દીધો.

લાઈ ડિટેક્ટર કરાવવાથી કોઈ લાભ નહિ

લાઈ ડિટેક્ટર કરાવવાથી કોઈ લાભ નહિ

સીબીઆઈએ કહ્યુ કે આવામાં તપાસ પ્રક્રિયા હવે એ સ્ટેજ પર પહોંચી ચૂકી છે કે ઈંદ્રાણી મુખર્જીનો લાઈ ડિટેક્ટર કરાવવાનો કોઈ લાભ નહિ થાય અને આ મામલે કોઈ પણ પ્રકારની મદદ નહિ મળે. તમને જણાવી દઈએ કે આ પહેલા કેસની મુખ્ય વકીલ ઈંદ્રાણી મુખર્જીએ બુધવારે અહીં સીબીઆઈની એક વિશેષ અદાલતમાં કહ્યુ હતુ કે તે લાઈ ડિટેક્ટર ટેસ્ટ માટે તૈયાર છે. આના માટે તેમણે વિશેષ જજ જે સી જગદાલે સમક્ષ હાથથી લખેલુ નિવેદન સોંપ્યુ હતુ જેમાં તેમણે લાઈ ડિટેક્ટર ટેસ્ટમાંથી પસાર થવા પર સંમતિ વ્યક્ત કરી હતી.

પુત્રી શીના બોરાની હત્યાનો આરોપ

પુત્રી શીના બોરાની હત્યાનો આરોપ

તમને જણાવી દઈએ કએ 24 વર્ષની શીના પર કથિત રીતે એપ્રિલ 2012માં અન્ય લોકોની મદદથી પોતાની પુત્રી શીના બોરાની હત્યા કરવા અને શબને પડોશના રાયગઢ જિલ્લાના એક જંગલમાં ફેંકવાનો આરોપ છે. આ મામલે પોલિસે ઈંદ્રાણીની ઓગસ્ટ 2015માં ધરપકડ કરી હતી. આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે ઓગસ્ટ 2015માં ઈંદ્રાણીના તત્કાલીન ડ્રાઈવર શ્યામર રાય સામે આવ્યા હતા. આ મામલે પોલિસે તેમના પતિ પીટર મુખર્જી અને તેના પૂર્વ પતિ સંજીવ ખન્નાની પણ ધરપકડ કરી હતી. ઈંદ્રાણી વર્તમાનમાં મુંબઈની મહિલા બાઈકુલા જેલમાં બંધ છે જ્યારે પીટર આર્થર રોડ જેલમાં ઉચ્ચ સુરક્ષાવાળા બેરેકમાં બંધ છે.

છૂટાછેડાની અરજી

છૂટાછેડાની અરજી

ચર્ચિત શીના બોરા મર્ડર કેસની મુખ્ય આરોપી ઈંદ્રાણી મુખર્જી અને પીટર મુખર્જીએ મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટેછેડા માટે અરજી કરી છે. તમને જણાવી દઈએ કે 24 વર્ષની શીના બોરાની હત્યા 24 એપ્રિલ 2012ના રોજ થઈ હતી. શીનાનું કંકાલ 25 એપ્રિલ 2015ના રોજ રાયગઢના પેન ખોપલીમાંથી મળી આવ્યુ હતુ. આ હત્યાનો આરોપ ઈંદ્રાણી મુખર્જી અને તેના પૂર્વ પતિ સંજીવ ખન્ના પર લાગ્યો હતો. આ ઘટનાના ખુલાસા બાદ ડ્રાઈર શ્યામ રાયને પોલિસે પકડ્યો હતો. પૂછપરછ બાદ તેણે આ હત્યામાં ઈંદ્રાણી મુખર્જી અને તેના પૂર્વ પતિના શામલ હોવાની વાત કહી હતી. આ નિવેદન બાદ 29 સપ્ટેમ્બર 2015ના રોજ આ મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. 2015માં પીટર મુખર્જીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ પ્રભાસ સાથે ફોટો પડાવવા આવી મહિલા ફેન, પછી થપ્પડ મારી જતી રહીઆ પણ વાંચોઃ પ્રભાસ સાથે ફોટો પડાવવા આવી મહિલા ફેન, પછી થપ્પડ મારી જતી રહી

English summary
Sheena Bora murder case: CBI has denied request of Indrani Mukerjea to undergo lie-detector test
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X