પીટરને ખબર હતી કે ઇંદ્રાણી જ દબાવ્યું છે શીનાનું ગળું?
દેશના બહુચર્ચિત કેસ તેવા શીના મર્ડર કેસમાં ફરી એક વાર એક નવો વળાંક આવ્યો છે. શીનાની મોતનું કાવતરું કરવામાં સ્ટાર ઇન્ડિાયના ભૂતપૂર્વ સીઇઓ પીટર મુખર્જીનો પણ હાથ હતો. અને તે સારી રીતે જાણતો હતો કે ઇન્દ્રાણીએ શીનાનું ગળુ દબાવીને તેને મોતના ઘાટ ઉતારી છે.
સીબીઆઇ ચાર્જશીટ પ્રમાણે ઇંદ્રાણીના જૂના ડ્રાઇવર શ્યામવર રાયે શીનાનું મોઢું પકડ્યું હતું. જે દરમિયાન શીનાએ તેનો જમણા અંગૂઠા પર બટકું ભર્યું. તો ઇંદ્રાણીના પતિ સંજીવ ખન્નાએ શીનાના વાળ ખેંચ્યા હતા.

સીબીઆઇએ પીટર મુખર્જીને ગુરુવાર સાંજે ધરપકડ કરી રાતના 1 વાગ્યા સુધી તેની પૂછપરછ કરી. જે બાદ પીટરને સીબીઆઇની અદાલતમાં રજૂ કરવામાં આવ્યો જ્યાં કોર્ટે પીટરને 3 ડિસેમ્બર સુધી સીબીઆઇની કસ્ટડીમાં મોકલ્યો. મીડિયા ચેનલ મુજબ શીના અને રાહુલની વધતા સંબંધો ઇંદ્રાણીને પરેશાન કરી રહ્યા હતા.
શીના ઇંદ્રાણી પાસેથી મુંબઇમાં ત્રણ બેડરૂમનો લક્ઝરી ફેલ્ટ માંગતી હતી. અને પ્રોપર્ટીમાં પણ પોતાનો હિસ્સો માંગતી હતી. વળી તે રાહુલનો પણ પીછો નહતી છોડતી. જેના કારણે ઇંદ્રાણીએ તેને મારી નાંખી. કોર્ટમાં પીટરને જ્યારે રજૂ કર્યો ત્યારે સીબીઆઇ કોર્ટને કહ્યું કે પીટરને શીના હત્યાકાંડ વિષે ખબર હતી અને તેને આ વાત છુપાવી રાખી હતી.












Click it and Unblock the Notifications
