શું સાચે જ માં ઇંદ્રાણી તેની દિકરી શીનાની કાતિલ છે?

એક વાર ફરી આરુષિ મર્ડર કેસની યાદ તાજી કરવી દીધી હાલમાં થયેલા બહુચર્ચિત શીના બોરા હત્યાકાંડે. હાલમાં આ કેસમાં એક પછી એક નીતનવા ચોંકવનારા ખુલાસા બહાર આવી રહ્યા છે. આરોપ તો તે પણ લગાવવામાં આવી રહ્યો છે કે શીનાને જન્મ આપનારી તેની માં ઇંદ્રાણી મુખર્જી જ તેની મોત માટે જવાબદાર છે.

ત્યારે આજથી ત્રણ વર્ષ પહેલા થયેલ 24 વર્ષીય શીનાની હત્યા શું ખરેખરમાં તેની માતા જ કરી હતી તે સવાલનો જવાબ હાલ બધા શોધી રહ્યા છે.

જો કે હાલ તો તેની પર આરોપ લાગ્યો છે. પણ હજી તે સાબિત નથી થયું. નોંધનીય છે કે 24 વર્ષીય શીનાની હત્યા 24 એપ્રિલ 2012માં થઇ હતી. તેનું અપહરણ કરી તેનું ગળું દબાવીને તેને મારવામાં આવી હતી. અને તે બાદ તેના બોડીને પેટ્રોલ છાંટી બાળી નાંખવામાં આવી હતી.

નોંધનીય છે કે ઇંદ્રાણી મુખર્જીના પહેલા લગ્ન સંજીવ ખન્ના સાથે થયા હતા. જે બાદ શીનાનો જન્મ થયો. જે બાદ તેમના છૂટાછેડા પણ થયા અને ઇન્દ્રાણીના જીવનમાં સ્ટાર ઇન્ડિયાના પૂર્વ સીઇઓ પીટર મુખર્જીની એન્ટ્રી થઇ. પછી શું થયું તે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

વર્ષ 2002

વર્ષ 2002

એબીપી ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ ઇંદ્રાણી સ્ટાર ઇન્ડિયામાં એચઆર તરીકે કામ કરતી હતી. અને તેના બોસ પીટર હતા. કામ દરમિયાન જ તેમના સંબંધો ધનિષ્ઠ થયા અને 2002માં તેમણે લગ્ન કરી લીધા.

શીનાના મામલે ઇંદ્રાણી કેમ બોલ્યું જુઠ્ઠું?

શીનાના મામલે ઇંદ્રાણી કેમ બોલ્યું જુઠ્ઠું?

લગ્ન વખતે ઇંદ્રાણી 30 વર્ષની હતી. અને પીટર 46 વર્ષના. પીટરના પણ આ બીજા લગ્ન હતા. પહેલા લગ્નથી તેને બે પુત્ર અને પુત્રી હતા. જે વાત તેણે ઇંદ્રાણીને કહી હતી. પણ સુત્રોથી પ્રાપ્ત થતી માહિત મુજબ ઇંદ્રાણીએ શીનાને પોતાની પુત્રીના રૂપમાં નહીં પોતાની બહેનના રૂપમાં પીટરને ઇન્ટ્રોડ્યૂઝ કરી હતી.

ઇંદ્રાણીને સીઇઓ બનાવી

ઇંદ્રાણીને સીઇઓ બનાવી

પીટર મુખર્જીએ 2007માં 9X ચેનલ શરૂ કરી. અને તે આ કંપનીના ચેયરમેન બન્યા અને ઇંદ્રાણીને સીઇઓ બનાવી. 9X ચેનલ, INX મીડિયા અને INX ન્યૂઝને જોડીને શરૂ કરવામાં આવ્યું હતું. અને ઇંદ્રાણી લગ્ન બાદ સીઇઓ બની હતી.જો કે લગ્નના બે વર્ષ ઇંદ્રાણીએ આ પદેથી રાજીનામું આપી દીધું હતું.

રાહુલ અને શીના

રાહુલ અને શીના

શીના વિષે ખુલાસો કરતા પીટર કહ્યું કે શીના ઇંદ્રાણીની દિકરી છે તે વાત તેમને ખબર નહતી. ઇંદ્રાણી તેને પોતાની બહેન કહેતી હતી. વધુમાં તેમણે કહ્યું કે મારા પુત્ર રાહુલ અને શીના વચ્ચે અફેર હતું. બન્ને એકી સાથે મુંબઇમાં ફ્લેટમાં રહેતા હતા. અમને તે વાત બિલકુલ પસંદ નહતી. માટે જ તેમનું બ્રેકઅપ થઇ ગયું.

ડીએનએ તપાસ

ડીએનએ તપાસ

આ હત્યાકાંડમાં મુંબઇ પોલિસે ઇંદ્રાણીના ભૂતપૂર્વ પતિ સંજય ખન્નાની પણ ધરપકડ કરી છે. શીનાના ભાઇ મિખાઇલ બોરાનું કહેવું છે કે શીના તેની બહેન છે અને ઇંદ્રાણી તેની માં. વધુમાં તેણે પુરાવા માટે ડીએનએ તપાસની પણ વાત ઉચ્ચારી હતી.

ચોંકાવનારું નિવેદન

ચોંકાવનારું નિવેદન

શીના બોરાના ભાઇ મિખાઇલ બોરાનું કહેવું છે કે તેમને હત્યાનું કારણ ખબર છે પણ તે વાત તો તે હાલ ખુલાસો કરવા નથી ઇચ્છતા. વધુમાં તેણે કહ્યું કે આ વાતનો ખુલાસો ઇંદ્રાણીએ જ કરવો જોઇએ. સાથે જ તેણે ધમકી ઉચ્ચારી કે જો તેણે આમ ના કર્યું તો તે મીડિયામાં આ સંબંધિત તમામ ફોટા અને દસ્તાવેઝ સાર્વઝનિક કરી દેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X