આઇપીએલ સ્પૉટ ફિક્સિંગ મુદ્દે રાજ કુન્દ્રા અને શિલ્પાને ક્લિન ચિટ
નવી દિલ્હી, 30 જૂન: આઇપીએલ સ્પૉટ ફિક્સિંગ મુદ્દે ફસાયેલા રાજસ્થાન રોયલ્સના માલિક રાજ કુન્દ્રા અને બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને ક્લિન ચીટ મળી ગઇ છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને ક્લિન ચિટ આપી દિધી છે.
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના કમિશ્નર એસએન શ્રીવાસ્તવે કહ્યું હતું કે સ્પૉટ ફિક્સિંગમાં રાજસ્થાન રોયલ્સના માલિક રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી સ્પૉટ ફિક્સિંગમાં સામેલ હોવાના કોઇ પુરાવા નથી. જેથી આ મુદ્દે આગળ તપાસ કરવામાં નહી આવે.

સ્પૉટ ફિક્સિંગ મુદ્દે ભલે જ રાજ કુન્દ્રાને ક્લિન ચિટ મળી ગઇ છે, પરંતુ હજુ સુધી રાજ કુન્દ્રાની જયપુર મેચમાં સટ્ટેબાજી લગાવવાની વાતની તપાસ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે ઉમેશ ગોયનકાના નિવેદનની કોપી જયપુરના પોલીસ કમિશ્નરને મોકલી દિધી છે. હવે સટ્ટેબાજીમાં રાજ કુન્દ્રાની ભૂમિકા અંગે જયપુર પોલીસ તપાસ કરશે.












Click it and Unblock the Notifications
