For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિંદેએ લખ્યો પત્ર, ‘ખોટી રીતે મુસ્લિમ યુવકોને ના ફસાવો’

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 સપ્ટેમ્બરઃ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ સોમવારે તમામ મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે, નિર્દોષ મુસ્લિમ યુવકોને આતંકના નામ પર ખોટી રીતે અટકાયતમાં લેવામાં ના આવે. પત્રમાં તેમણે લખ્યું કે, કાયદા સાથે જોડાયેલી એજન્સીઓ દ્વારા નિર્દોષ મુસ્લિમ યુવાઓએ કથિત રીતે ત્રાસ આપવા અંગે કેન્દ્ર સરકારને વિભિન્ન પ્રતિનિધત્વો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

તેમણે લખ્યું છે કે, કેટલાક અલ્પસંખ્યક યુવકોને લાગી રહ્યું છે કે, તેમને જાણી જોઇને નિશાન બનાવવામાં આવ્યા અને તેમના મૂળભૂત અધિકારીથી વંચિત કરવામાં આવ્યા. ગૃહમંત્રીએ દબાણ કર્યું કે, સરકાર દરેક પ્રકારના આતંકવાદ સામે મુકાબલો કરવાના પોતાના મુખ્ય સિદ્ધાંત માટે પ્રતિબદ્ધ છે.

તેમણે મુખ્યમંત્રીઓને લખ્યું છેકે, સરકારે એ નક્કી કરવાનું છે કે, કોઇપણ નિર્દોષ વ્યક્તિને કારણ વગર પરેશાન કરવામાં ના આવે. શિંદેએ રાજ્ય સરકારોને કહ્યું કે, આતંકવાદ સંબંધી મામલાઓની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટની પરામર્શથી વિશેષ અદાલતો સ્થાપિત કરો, વિશેષ સરકારી વકીલોની નિયુક્તિ કરો અને અન્ય લંબિત મામલાઓની તુલનામાં આવા મામલાઓને પ્રાથમિકતા આપવામાં આવે.

shinde
તેમણે કહ્યું કે, જ્યાં અલ્પસંખ્યક સમુદાયના કોઇ સભ્યની ખોટી ભાવનાથી કે ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હોય ત્યાં આવું કરનારા પોલીસ અધિકારી વિરુદ્ધ કડક અને ઝડપથી કાર્યવાહી કરવામાં આવી જોઇએ. ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિ માત્ર ઝડપથી છોડવામાં જ ના આવે પરંતુ વળતર પર આપવામાં આવવું જોઇએ અને પુનર્વાસ કરવામાં આવુ જોઇએ જેથી તે મુખ્ય ધારા સાથે જોડાઇ શકે.

મેમાં કેન્દ્ર સરકારે આતંકવાદ સંબંધી મામલાઓ માટે એનઆઇએ કાયદા હેઠળ 39 વિશેષ અદાલતમાં સ્થાપિત કરી હતી. અલ્પસંખ્યક મામલાના મંત્રી કે રહેમાન ખાને પણ શિંદેને પત્ર લખીને દેશના અલગ-અલગ ભાગોમાં મુસ્લિમ યુવકોની આતંકવાદ સંબંધી મામલામાં ખોટી રીતે ધરપકડને લઇને ચિંતા વ્યક્ત કરી હતી.

English summary
Home Minister Sushilkumar Shinde on Monday asked all Chief Ministers to ensure that no innocent Muslim youth is wrongfully detained in the name of terror.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X