
શિવસેનાએ ગઠબંધન તોડી મહાપાપ કર્યું, બહુમત સાબિત કરશુંઃ ભાજપ
નવી દિલ્હીઃ મહાાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસે બીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદથી રાજકીય ભૂકંપ સર્જાયો છે. આ ક્રમમાં બેઠકો પર બેઠકો થઈ રહી છે. ધારાસભ્ય દળની બેઠક બાદ ભાજપના નેતા આશીષ શેલારે પ્રેસ કોન્ફ્રેન્સ કરી કહ્યું કે આ બેઠકમાં અમે ફ્લોર ટેસ્ટ આરામથી પાસ કરવાની રણનીતિ પર ચર્ચા કરી. દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેવા માટે અમે શુભેચ્છા પાઠવતા એક પ્રસ્તાવ પણ પાસ કર્યો.
જણાવી દઈએ કે કેટલાય રાજકીય ઘમાસાણો વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા છે અને એનસીપીના પ્રમુખ શરદ પવારના ભત્રીજા અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરી લીધા. જે બાદ રાજકીય બબાલ વધી જવા પામી અને કોંગ્રેસ, એનસીપી તથા શિવસેએ આ પગલાં વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
મહારાષ્ટ્રમાં રાજકીય નાટકો વચ્ચે ભાજપી સાંસદને શરદ પવાર મળતાં ખળભળાટ મચ્યો