શિવસેનાએ આપ્યા સંકેત, મહારાષ્ટ્રમાં પણ નહિ લાગુ થાય CAA!
નાગરિકતા સુધારા કાયદા પર શિવસેના પોતાના અત્યાર સુધીના વલણમાં બદલાવ કરતી દેખાઈ રહી છે કારણકે શિવસેના પ્રવકતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે સોમવારે કહ્યુ છે કે સીએએ પર તેમની પાર્ટીનુ એ જ વલણ છે જે બાકી સહયોગી પાર્ટીઓનુ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને કેરળની સરકારો સ્પષ્ટ કરી ચૂકી છે કે તેમના રાજ્યોમાં આ કાયદો લાગુ કરવામાં નહિ આવે.
શિવસેના નેતા સંજય રાઉતે નાગરિકતા સુધારા કાયદા માટે સોમવારે બહુ મોટુ નિવેદન આપ્યુ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રાઉતે મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારમાં શામેલ ત્રણે પાર્ટીઓ વિશે કહ્યુ છે કે કોંગ્રેસ, એનસીપી અને શિવસેના વચ્ચે સીએએ માટે કોઈ વિવાદ નથઈ. તેમણે કહ્યુ કે બધી પાર્ટીઓ દરેક મુદ્દાઓ પર એક છે જેમાં નાગરિકતા સુધારા કાયદો પણ શામેલ છે. તેમણે સ્પષ્ટ કહ્યુ, 'કોઈ પણ વિવાદ નથી અને બધી પાર્ટીઓ સીએએ સહિત દરેક મુદ્દે એકમત છે...'
રાઉતે આ નિવેદન એ દિવસે આપ્યુ છે જ્યારે નાગરિકતા સુધારા કાયદા સામે જ દિલ્લીમાં કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી દળોની બેઠક થઈ જેમાં શિવસેના શામેલ ન થઈ. જો કે આના માટે રાઉતે દલીલ આપી છે કે થોડી ગેરસમજના કારણે પાર્ટી બેઠકમાં શામેલ થઈ શકી નહિ. જો કે આ પહેલા શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે કહ્યુ હતુ કે તેમની પાર્ટીને બેઠકમાં આવવાનુ કોઈ આમંત્રણ જ મળ્યુ નથી. તેમણે કહ્યુ હતુ, અમને બેઠકમાં શામેલ થવાનો અત્યાર સુધી કોઈ આમંત્રણ મળ્યુ નથી. અમે પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે વિચાર કર્યા બાદ કોઈ નિર્ણય કરીશુ.
ઉલ્લેખનીય છે કે શિવસેનાએ નાગરિકતા સુધારા કાયદો બન્યા બાદ અધિકૃત રીતે એ જ વલણ અપનાવી રાખ્યુ છે કે આ લાગુ કરવા માટે કોઈ નિર્ણય સુપ્રીમ કોર્ટના આના પર વલણ જોઈ લીધા બાદ જ કરશે. અહીં એ પણ જાણી લેવુ જરૂરી છે કે નાગરિકતા સુધારા બિલને પાસ કરાવવામાં લોકસભામાં શિવસેનાએ પણ સરકારને સહયોગ આપ્યો હતો અને રાજ્યસભામાં પણ તેણે બિલના વિરોધમાં મત આપીને માત્ર મતદાનને બાયકૉટ કર્યુ હતુ.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીઃ પીએમ મોદીમાં છાત્રો સામે ઉભા રહેવાની હિંમત નથી