For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવસેના સાંસદે કરી એર ઇન્ડિયાના સ્ટાફની પિટાઇ

શિવસેનાના સાંસદ રવિન્દ્ર ગાયકવાડે સ્વીકાર્યું કે, તેમણે એર ઇન્ડિયા સ્ટાફના સભ્યને માર્યો હતો. તેમણે કહ્યું કે, એર ઇન્ડિયાના સ્ટાફે ગેર વર્તણૂક કરતાં તેમણે હાથ ઉપાડ્યો હતો.

By Shachi
|
Google Oneindia Gujarati News

શિવસેના ના સાંસદ રવિન્દ્ર ગાયકવાડે સ્વીકાર્યું કે, તેમણે એર ઇન્ડિયા ના સ્ટાફની પિટાઇ કરી હતી. તેમણે કહ્યું કે, સ્ટાફના સભ્યએ તેમની સાથે ગેર-વર્તણૂક કરતાં તેમણે હાથ ઉપાડ્યો હતો.

shivsena

ઉલ્લેખનીય છે કે, એર ઇન્ડિયાના પ્રવક્તાએ આરોપ લગાવ્યો છે કે, શિવસેનાના સાંસદે સીટના મુદ્દે એર ઇન્ડિયાના સ્ટાફના સભ્યની ચંપલથી પિટાઇ કરી હતી. એર ઇન્ડિયા દ્વારા આ આખા મામલાની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે.

સાંસદે કહ્યું કે, હું પણ એર ઇન્ડિયાના વિમાનમાં પડતી અગવડ અંગે લોકસભાના સભાપતિ અને એર ઇન્ડિયાને પત્ર લખીશ. તેમણે ઉમેર્યું હતું કે, એર ઇન્ડિયાના સીએમડી અને તે કર્મચારી જાતે આવીને તેમની માફી માંગશે. શિવસેના સાંસદે જે કર્મચારીની ચંપલથી પિટાઇ કરી હતી, તેણે આ અંગે જણાવ્યું કે, સંસદે અપશબ્દોના પણ ઉપયોગ કર્યો હતો તથા મારા ચશ્મા પણ તોડી નાંખ્યા હતા. આ ઘટના બાદ એ કર્મચારીનું કહેવું હતું કે, જો વીઆઇપી અને સાંસદો આવો વ્યવહાર કરતા હોય તો આપણા દેશને તો ભગવાન જ બચાવે!

અહીં વાંચો - હાર્દિક પટેલે કહ્યું, ભાજપના ઇશારે થઇ શકે મારી ધરપકડઅહીં વાંચો - હાર્દિક પટેલે કહ્યું, ભાજપના ઇશારે થઇ શકે મારી ધરપકડ

શિવસેનાના નેતા મનીષા કાયાનદે કહ્યું કે, તેમણે જે કર્યું એ વાતનો સ્વીકાર કર્યો છે.શિવસેના આ પ્રકારના વ્યવહારની વકીલાત નથી કરતી. રવિન્દ્ર ગાયકવાડ એક પ્રસિદ્ધ સાસંદ છે અને અમે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે કયા કારણે તેઓ આટલા ગુસ્સે ભરાયા હતા.

English summary
Shiv Sena MP Ravindra Gaikwad on hitting Air India staff member with his slipper.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X