હોકી ઇન્ડિયા લીગ: પાક. ખેલાડીયોના વિરોધમાં શિવસૈનિકોનો હોબાળો

સોમવારે શરૂ થવા જઇ રહેલી હોકી ઇન્ડિયા લીગમાં રમવા માટે પાકિસ્તાનથી 9 ખેલાડીઓ ભારત આવ્યા છે. શિવસેના પહેલાથી જ તેમના આવવાનો વિરોધ નોંધાવી રહી હતી. જેને પગલે રવિવારે બપોરે શિવસૈનિકોનો એક સમુહ હોકી ઇન્ડિયાની ઓફિસે આવી ચડ્યું અને અત્રે હોબાળો મચાવવા લાગ્યા. શિવસૈનિકો પાકિસ્તાન વિરોધી નારાઓ લગાવીને તેમને પાછા પાકિસ્તાન મોકલવાની માગ કરી રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસૈનિકો સ્ટેડિયમ સુધી પહોંચી ગયા. જોરદાર પ્રદર્શન અને વિરોધના પગલે પાકિસ્તાની ખેલાડીઓ પ્રેક્ટિસ પણ કરી શક્યા નહીં. શિવસૈનિકોનું માનવું છે કે એક તરફ પાકિસ્તાન તેમના ખેલાડીઓને ભારતમાં રમવા માટે મોકલે છે અને બીજી બાજુ એલઓસી પર આપણા સૈનિકોના ગળા કાપે છે.












Click it and Unblock the Notifications
