'બેંક ખાતાઓ અને ઑફિસો પર કબ્જો કરી લેશે શિંદે', સુપ્રીમ કોર્ટમાં ઉદ્ધવ ઠાકરેએ કરી અરજી, કાલે સુનાવણી

શિવસેનાના નામ અને ચિહ્ન બાબતે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યુ હતુ કે, 'જો ચૂંટણી પંચના ઓર્ડર પર સ્ટે નહીં મૂકવામાં આવે, તો તેઓ પ્રતીકો અને બેંક ખાતાઓ પણ કબજો કરશે.

Uddhav Thackeray vs Eknath Shinde: શિવસેનાનુ નામ અને ચિહ્નની લડાઈનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. ભારતીય ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી ઉદ્ધવ ઠાકરેની અરજી પર કાલે(બુધવારે) સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટે સંમતિ દર્શાવી છે. નોંધનીય છે કે ચૂંટણી પંચે શિવસેનાનુ નામ અને ધનુષ-તીરવાળુ ચિહ્ન એકનાથ શિંદે જૂથને આપવાનો નિર્ણય કર્યો છે. જે બાદ ઉદ્ધવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

shivsena

સુપ્રીમ કોર્ટમાં વકીલે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના જૂથ દ્વારા દાખલ કરેલી અરજીમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના જૂથને પક્ષનુ નામ 'શિવસેના' અને ચૂંટણી પ્રતીક 'ધનુષ અને તીર' ફાળવવાના ચૂંટણી પંચના પગલાને પડકાર્યો હતો. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યુ કે તે આવતીકાલે (બુધવારે) બપોરે 3:30 વાગે ચૂંટણી ચિહ્ન "ધનુષ અને તીર" પર ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી શિવસેનાના ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે.

ઉદ્ધવ ઠાકરે જૂથના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યુ હતુ કે, 'જો ચૂંટણી પંચના ઓર્ડર પર સ્ટે નહીં મૂકવામાં આવે, તો તેઓ પ્રતીકો, બેંક ખાતાઓ પણ કબજો કરશે. કૃપા કરીને આને બંધારણીય બેંચ સમક્ષ મૂકો.' આ દરમિયાન CJI DY ચંદ્રચુડે જવાબ આપ્યો, 'આપણે બંધારણીય બેંચને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. અમારે આ મામલો વાંચવાની જરૂર છે. કાલે તેની સુનાવણી કરીશુ.' જોકે, વરિષ્ઠ વકીલ એન.કે. કૌલે આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ કે આ મામલો હાઈકોર્ટમાં જવાને બદલે સુપ્રીમ કોર્ટમાં શા માટે આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યુ, 'અમે આવતીકાલે બપોરે 3.30 વાગ્યે તેની સુનાવણી કરીશું. અમે સવારે સુનાવણી નથી કરી રહ્યા કારણ કે અમે નથી ઈચ્છતા કે અન્ય સહયોગીઓને રોકવામાં આવે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X