ઉદ્ધવ ઠાકરેને ઈલેક્શન કમિશનનો મોટો ઝટકો, ધનુષ-બાણનું નિશાન શિંદે જૂથને ફાળવાયુ
એકનાથ શિંદેના બળવા બાદ બંને જૂથો શિવસેનાના નામ અને ઈલેક્શન સિમ્બોલ પર દાવો કરી રહ્યા હતા. મામલો ચૂંટણી પંચમાં પેન્ડિંગ હોવાથી ધનુષ અને તીરનું પ્રતીક ફ્રિજ કરાયુ હતું.
મુંબઈ : મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેની સતત મુશ્કેલીઓ વધી રહી છે. હવે ઈલેક્શન કમિશને મોટો ઝટકો આપ્યો છે. સામે આવી રહેલી વિગતો અનુસાર, ચૂંટણી પંચે શિવસેનાનું અધિકારીક નિશાન ધનુષ-બાળ શિંદે જુથને સોંપ્યુ છે. ઈલેક્શન કમિશનના નિર્ણયને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બાળાસાહેબ ઠાકરેના વિચારોની જીત ગણાવી છે.

અહીં તમને જણાવી દઈએ કે, એકનાથ શિંદેના બળવા બાદ બંને જૂથો શિવસેનાના નામ અને ઈલેક્શન સિમ્બોલ પર દાવો કરી રહ્યા હતા. મામલો ચૂંટણી પંચમાં પેન્ડિંગ હોવાથી ધનુષ અને તીરનું પ્રતીક ફ્રિજ કરાયુ હતું. આ પહેલા પેટાચૂંટણી માટે બંને પક્ષોને બે અલગ અલગ ચિહ્ન ફાળવવામાં આવ્યા હતા. જેમાં શિંદે જૂથને બે તલવાર અને એક ઢાલ અને ઉદ્ધવ જૂથને મશાલ ફાળવાઈ હતી.
આ મુદ્દે ચૂંટણી પંચે અવલોકન કર્યું છે કે,શિવસેનાનું હાલનું બંધારણ અલોકતાંત્રિક છે. બિનલોકશાહી ઢબે એક જૂથના લોકોને કોઈપણ ચૂંટણી વિના પદાધિકારી તરીકે નિયુક્ત કરાયા છે. પાર્ટીનું આવું માળખું આત્મવિશ્વાસને પ્રેરિત કરવામાં નિષ્ફળ રહે છે.
શિવસેનાના મૂળ બંધારણના અલોકતાંત્રિક ધોરણો જેને પંચ દ્વારા 1999માં સ્વીકારવામાં આવ્યા ન હતા, તેને ગુપ્ત રીતે પાછા લાવવામાં આવ્યા છે. આનાથી પક્ષ કોઈની જાગીર થઈ ગયો છે. ચૂંટણી પંચના નિર્ણય પર ઠાકરે જૂથના નેતાઓએ તીખી પ્રતિક્રિયા આપી છે.












Click it and Unblock the Notifications
