જો EVM સાથ આપે તો લંડન-અમેરિકામાં પણ ખિલી શકે છે કમળ

જો EVM સાથ આપે તો લંડન-અમેરિકામાં પણ ખિલી શકે છે કમળ

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે વાક્પ્રહારોનો સિલસિલો ચાલુ થઈ ગયો છે. વિપક્ષી દળોની સાથોસાથ શિવસેનાએ પણ ભાજપને રાફેલથી લઈ ઈવીએમ વિવાદ પર ઘેરતી રહી છે. સામનામાં છપાયેલ એડિટોરિયલમાં ફરી એકવાર શિવસેનાએ ઈવીએમને લઈ ભાજપ પર પ્રહાર કર્યો છે અને કહ્યું કે ઈવીએમ અને આ પ્રકારનો આત્મવિશ્વાસ સાથે હોય તો લંડન અને અમેરિકામાં પણ કમળ ખિલી શકે છે.

સામના દ્વારા શિવસેનાનો ભાજપ પર પ્રહાર

સામના દ્વારા શિવસેનાનો ભાજપ પર પ્રહાર

સામનાના હવાલાથી શિવસેનાએ ભાજપ પર પ્રહાર કરતા લખ્યું, 'મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આત્મવિશ્વાસના જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે પાછલી વખતે અમે 42 સીટ જીત્યા હતા અને હવે કોઈપણ હાલતમાં 43 સીટ જીતીશું.'

લંડન અને અમેરિકામાં પણ કમલ ખિલી શકે છેઃ શિવસેના

લંડન અને અમેરિકામાં પણ કમલ ખિલી શકે છેઃ શિવસેના

સામનામાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો છે કે બારામતીમાં તેઓ શરદ પવારને પણ હરાવશે, મહારાષ્ટ્રની કુલ 48 સીટ પર આ લોકો આસાનીથી જીત હાંસલ કરી શકે છે. જો ઈવીએમનો સાથ હોય તો લંડન અને અમેરિકામાં પણ કમળ ખિલી શકે છે પરંતુ અયોધ્યામાં રામ મંદિર વાળું કમળ કેમ નથી ખિલ્યું? જેનો જવાબ ભાજપે દેવો પડશે.

શિવસેનાનો ભાજપ પર પ્રહાર

શિવસેનાનો ભાજપ પર પ્રહાર

વૃંદાવનમાં પીએમ મોદી, બાળકોને પિરસશે અક્ષયપાત્રની 300 કરોડની થાળી
પાછલા વર્ષે શિવસેનાએ એકલાના દમ પર લોકસભા ચૂંટણી લડવાનું એલાન કર્યું હતું. જો કે દેવેન્દ્ર ફડણવીસે કેટલાય અવસર પર શિવસેના સાથે મળીને ચૂંટણી લડવાની વાત કરી ચૂક્યા છે પરંતુ ઉદ્ધવ ઠાકરે અને પાર્ટીના અન્ય નેતા ભાજપ પર સતત પ્રહારો કરી રહ્યા છે. શિવસેનાએ કહ્યું કે રાજ્યમાં એટલા વિવાદ છે કે સરકારની સામે જેમનો કોઈ હલ નથી નિકળી રહ્યો, ખેડૂતો પરેશાન છે પરંતુ દેવેન્દ્ર ફડણવીસ છતાંપણ દાવો કરી રહ્યા છે કે 43 સીટ જીતશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X