બાલ ઠાકરેની તબિયત સ્થિર : ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે જ્યારે શિવ સેના સમર્થકો સમક્ષ આવ્યા ત્યારે તેમના દીકરા આદિત્ય ઠાકરે પણ તેમની સાથે હતા. ઉદ્ધવે જણાવ્યું હતું કે તમે બધા જ લોકો બાલા સાહેબ ઠાકરેના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છો. મને આપની પ્રાર્થનામાં પૂરો વિશ્વાસ છે. તેમને સ્વસ્થ બનાવવા માટે જેટલો ઉપચાર કરી શકાય છે તેટલો ઉપચાર કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે 86 વર્ષીય બાલા સાહેબ ઠાકરેની તબિયલ તથડતા તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ સમાચાર મળતા જ શિવ સેના સમર્થકો તેમના નિવાસ સ્થાન માતોશ્રીની બહાર એકઠા થવા લાગ્યા હતા. આ કારણે મુંબઇમાં હાઇ એલર્ટ જાહેર કરી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
