મંત્રાલયને લઇને ભાજપથી શિવસેના નારાજ, અનંત ગીતેએ ના સંભાળ્યો કાર્યભાર
નવી દિલ્હી, 27 મે: સોમવારે સાંજ સુધી તો બધું જ બરાબર ચાલતું હતું પરંતુ રાત થતાં જ ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષ શિવસેનાનું મન ભગવા દળથી ઉખડી ગયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના શપથ ગ્રહણ કાર્યક્રમના એક દિવસ બાદ જ વિરોધના સૂર સંભળાવવા લાગ્યા છે.
વિશ્વાસપાત્ર સૂત્રોની માનીએ તો ભાજપના સાથી પક્ષ શિવસસેના મંત્રિપરિષદમાં ઓછી બેઠક મળવાથી નારાજ થઇ ગઇ છે. પાર્ટીના કોટાથી માત્ર એક જ મંત્રી બનાવવામાં આવેલા ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ મંત્રી અનંત ગીતેએ મંગળવારે બપોર સુધી મંત્રાલયનું કાર્યભાર સંભાળ્યું નહીં. કહેવામાં આવી રહ્યું છે કે ગીતે ઓછા ભારણ વાળું મંત્રાલય મળવા પર નારાજ છે.

કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેએ પોતાની નારાજગી દેશના ગૃહ મંત્રી અને ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે સોમવારે રાત્રે જ જતાવી દીધી હતી. અને એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે હજી એક મંત્રાલય તેમની પાર્ટીના ખાતામાં આવી જાય. અત્રે નોંધનીય છે કે વાજપેઇ સરકાર દરમિયાન શિવસેનાના 2 કેબિનેટ મંત્રી હતા.












Click it and Unblock the Notifications
