યુપીમાં ભાજપના રસ્તાનો રોડો બનશે શિવસેના, તમામ બેઠકો પર ચૂંટણી લડશે!

શિવસેનાએ આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તમામ 403 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે. પાર્ટીએ એક અખબારી યાદી બહાર પાડીને કહ્યું કે, શિવસેના રાજ્યનો અવાજ બનશે અને લોકોની વચ્ચે જશે.

શિવસેનાએ આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તમામ 403 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે. પાર્ટીએ એક અખબારી યાદી બહાર પાડીને કહ્યું કે, શિવસેના રાજ્યનો અવાજ બનશે અને લોકોની વચ્ચે જશે, શિવસેના તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારીને ભાજપને પાઠ ભણાવશે. પાર્ટીએ હજુ સુધી અન્ય કોઇ રાજકીય પક્ષ સાથે ગઠબંધન કર્યું નથી, પરંતુ ગઠબંધનની સંભાવના દર્શાવી છે.

Shiv Sena

એક અખબારી યાદીમાં શિવસેનાએ કહ્યું કે, રાજ્યમાં જંગલ રાજ છે. તબીબી વ્યવસ્થા ખરાબ હાલતમાં છે. શાળાઓ વધુ ફી વસૂલે છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ શાળાઓમાં 15 ટકા ફી માફ કરવામાં આવી નથી. બેરોજગારી અને મોંઘવારી વધારે છે. યુવાનો પલાયન કરી રહ્યા છે. ખેડૂતો અને બ્રાહ્મણો સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે. શિવસેના રાજ્યનો અવાજ બનશે અને લોકોની વચ્ચે જશે અને તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારીને ભાજપને પાઠ ભણાવશે.

શિવસેનાએ લખનઉમાં પ્રાંતીય કારોબારીની બેઠક બાદ ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી લડવાનો આ નિર્ણય લીધો હતો. આ બેઠક બાદ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઠાકુર અનિલ સિંહે કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિ છે. કોવિડમાં મૃતદેહોને સળગાવવાના સાધનો પણ મળ્યા નથી. અનિલ સિંહે આરોપ લગાવ્યો કે રાજ્યમાં જંગલરાજ પ્રવર્તે છે. બહેનો અને દીકરીઓની અસ્મિતા લૂંટાઈ રહી છે. શિવસેનાએ રાજ્ય સરકાર પર બ્રાહ્મણો સાથે ગેરવર્તન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે. 2017 ની ચૂંટણીમાં ભાજપે 403 માંથી 312 બેઠકો જીતી હતી. સપા અને કોંગ્રેસે મળીને ચૂંટણી લડી હતી. સપાએ 47 સીટ મળી હતી, જ્યારે કોંગ્રેસ 7 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. માયાવતીની બસપા 19 બેઠકો જીતવામાં સફળ રહી હતી.

ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્રમાં ભાજપને સત્તામાંથી ઉતાર્યા બાદ શિવસેના અને ભાજપ વચ્ચે સતત વિવાદો ચાલી રહ્યા છે. રાતોરાત શપથ લઈ લીધા બાદ શિવસેના, એનસીપી અને કોગ્રેસના ગઠબંધનના કારણે ભાજપને મુખ્યમંત્રીની ખુરશી ગુમાવવી પડી હતી. હવે આ વિવાદ ભાજપને ઉત્તરપ્રદેશમાં નડી શકે છે. જો ઉત્તરપ્રદેશમાં શિવસેના ચૂંટણીમાં ઉતરે તો ભાજપ માટે નુકસાનનો સોદો હશે. હિન્દુ વોટબેંકમાં શિવસેના ભાગ પાડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X