For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવસેના બિહારમાં 50 સીટ પર વિધાનસભા ચૂંટણી લડશે

શિવસેના બિહારમાં 50 સીટ પર વિધાનસભા ચૂંટણી લડશે

|
Google Oneindia Gujarati News

પટનાઃ બિહારમાં આ વખતે થનારી વિધાનસભા ચૂંટણી ઘણી દિલચસ્પ થતી જઈ રહી છે. પ્રદેશમાં નવા રાજનૈતિક ગઠબંધન થઈ રહ્યાં છે. જ્યારે કેટલાય રાજનૈતિક દળોએ એન્ટ્રી કરી લીધી છે. આ કડીમાં શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ બિહાર ચૂંટણીમાં ઉતરવાનો ફેસલો લીધો છે. શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યા મુજબ શિવસેના બિહાર વિધાનસભા ચૂંટણીમાં 50 સીટ પર લડશે. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે વર્ચ્યુઅલ રેલીના માધ્યમથી ઉદ્ધવ ઠાકરે ઉમેદવારો માટે પ્રચાર પણ કરશે.

uddhav Thackeray

પ્રાપ્ત જાણકારી મુજબ ઉદ્ધવ ઠાકરે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોના પક્ષમાં પ્રચાર કરશે. જેને પગલે શિવસેનાએ ગુરુવારે 22 નેતાઓની યાદી જાહેર કરી છે, જે બિહારમાં ચૂંટણી પ્રચાર કરશે. ચૂંટણી પ્રચાર કરતા નેતાઓની યાદીમાં ઉદ્ધવ ઠાકરે ઉપરાંત તેમના દીકરા આદિત્ય ઠાકરેનું નામ પણ સામેલ છે. આ ઉપરાંત સુભાષ દેસાઈ, સંજય રાઉત, અનિલ દેસાઈ, વિનાયક રાઉત, અરવિંદ સાવંત, પ્રિયંકા ચતુર્વેદી, રાહુલ શેવાલે અને કૃપાલ તુમાને સહિત 60 નેતા સામેલ છે.

બિહાર વિધાનસભા ચૂંટણી: લોજપાએ જારી કરી 42 ઉમેદવારોની યાદીબિહાર વિધાનસભા ચૂંટણી: લોજપાએ જારી કરી 42 ઉમેદવારોની યાદી

લોજપાએ પણ પોતાના 42 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં ભાજપ છોડી લોજપામાં આવેલ રામેશ્વર ચોરસિયા, ઉષા વિદ્યાર્થી અને રાજેન્દ્ર સિંહને પણ ટિકિટ આપવામાં આવી છે. રામેશ્વર ચૌરસિયાને પાર્ટીએ સાસારામથી ટિકિટ આપી છે. જ્યારે ઉષા વિદ્યાર્થીને પાલીગંજ વિધાનસભા સીટ પર ટિકિટ આપવામા ંઆવી છે. આ ઉપરાંત રાજેન્દ્ર સિંહને પાર્ટીએ દિનારા વિધાનસભાથી ટિકિટ આપી છે.

જણાવી દઈએ કે લોજપાએ પહેલે જ 28 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જણાવી દઈએ કે બિહાર ચૂંટણી માટે લોજપા એનડીએથી અલગ થઈ ચૂંટણી લડી રહી છે. જાણકારી મુજબ ચિરાગ પાસવાને આ ચૂંટણીમાં એકલા જ 143 સીટ પર ચૂંટણી લડવાનો ફેસલો કર્યો છે.

આ ઉપરાંત બિહારમાં 'ગ્રાન્ડ ડેમોક્રેટિક સેક્યુલર ફ્રંટ' નામે નવું ગઠબંધન બનાવ્યું છે. જેમાં અસાદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM, ઉપેન્દ્ર કુશવાહાની રાલોસપા, માયાવતીની બસપા ઉપરાંત સમાજવાદી દળ ડેમોક્રેટિક, જનતાંત્રિક પાર્ટી સોશિયલિસ્ટ સામેલ છે. નવી એલાયન્સે ઉપેન્દ્ર કુશવાહાને પોતાના નેતા ઘોષિત કર્યા છે અને તેમના નેતૃત્વમાં જ આ ફ્રન્ટ ચૂંટણી લડશે. ઉપેન્દ્ર કુશવાહાને ગ્રાન્ડ અલાયન્સના સીએમ પદના ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે.

English summary
Shiv Sena will contest 50 seats in Bihar assembly election 2020
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X