For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ભૂતિયા શહેર'માં તબ્દિલ થઈ દિલ્હી, હિંસામાં શિવ વિહાર સૌથી વધુ પ્રભાવિત

'ભૂતિયા શહેર'માં તબ્દિલ થઈ દિલ્હી, હિંસામાં શિવ વિહાર સૌથી વધુ પ્રભાવિત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સળગેલાં ઘર, દુકાનો, ગાડીઓ અને સુમસામ ગલીઓ ક્યાંય પણ કોઈ જોવા નથી મળતું. જે એક સમયે પૂર્વી દિલ્હીના શિવ વિહારની સૌથી હલચલ વાળી કોલોની હતી તે એક ભૂતિયા શહેર જેવી થઈ ગઈ છે. તબાહી જોઈ વિશ્વાસ કરવો મુશ્કેલ થાય છે કે આ દેશની રાજધાનીનો જ કોઈ વિસ્તાર છે. 24 ફેબ્રુઆરીએ નાગરિકતા કાનૂનના વિરોધીયો અને સમર્થકો વચ્ચે શરૂ થયેલ હિંસામાં સૌથી વધુ શિવ વિહાર પ્રભાવિત થયો છે. આ હિંસામાં 40થી વધુ લોકોના મોત થયાં છે અને 100 વધુ ઘાયલ હજી હોસ્પિટલમાં દાખલ છે.

દિલ્હીમાં હિંસા

દિલ્હીમાં હિંસા

નજરે જોનારાઓએ જણાવ્યું કે ભીડ આવી અને બધી ચીજ સળગાવતી ગઈ. પોતાના સળગતા ઘર છોડી દંગાઈઓથી બચાં કેટલાક પરિવારોએ બાજુના ઈન્દિરા વિહાર વિસ્તારમાં શરણ લીધી જ્યાં લોકોએ આ પીડિતોને ખુલા દિલથી પોતાના ઘરોમાં પનાહ દીધી. 40 વર્ષની મુમતાજ બેગમ અને તેમના પરિવાર પર દંગાઈઓએ તેજાબથી હુમલો કર્યો. તે કહે છે, અમે બધા ઘરમાં જ હતા જ્યારે દંગાઈઓ આવી પહોંચ્યા. તેમણે તેજાફ ફેંક્યું જે મારા પતિના ચહેરા પર પડ્યું. મારી 20 વર્ષની દીકરી અનમ પણ તેમની બાજુમાં જ ઉભી હતી. તેજાબ મારી દીકરીના ચેહરા પર પણ પડ્યું. કેવીક રીતે કરીને અમે ખુદને બચાવ્યા અને મસ્જિદ તરફ ભાગ્યા, જ્યાં અમે રાત ગુજારી. ભાગ્યા ત્યારથી અમે કપડાં પણ નથી બદલી શક્યા. અમે 100 નંબર ડાઈલ કર્યો પણ કોઈ આવ્યું જ નહિ.

પોતાના પરિવારના ભવિષ્યને લઈ ડર

પોતાના પરિવારના ભવિષ્યને લઈ ડર

28 વર્ષની શાહબાનો પોતાના 15 દિવસના દીકરા સાથે એક આશ્રય ગૃહમાં છે અને પોતાના પરિવારના ભવિષ્યને લઈ ડરેલી છે. તેમણે કહ્યું કે અમારા ઘરની બહાર કેટલાય દિવસો સુધી હિંસા થઈ. અમે બધા ઘરમાં જ છીએ એ હુમલાખોરોને ખબર ના પડે તે માટે અમે બધા લાઈટો ઓલવી રાખતા હતા. જ્યારે તેમણે અમારા પાડોસીનું ઘર સળગાવી માર્યું ત્યારે અમે બધા જીવ બચાવવા માટે ત્યાંથી ભગી આવ્યા. બાદમાં અમારા ઘરને પણ સળગાવી દીધું. હવે શું થશે મને નથી ખબર. અમારું બધુ ખતમ થઈ ગયું.

શરણ આપી

શરણ આપી

50 વર્ષીય નફીસ અહમ સૈફીએ આ લોકોને તેમના ઘરમાં શરણ આપી. તેમણે કહ્યું કે, મેં હિંસા જોઈ અને જોયું તો આ પરિવારને મદદની જરૂરત હતી. માટે મદદ કરી. મેં મારા પરિવારને ઘરના બીજા માળ પર મોકલી દીધો અને ગ્રાઉન્ડ ફ્લોરનો આ આખો હોલ આ ઘરવિહોણા લોકો માટે છે.

મોટે પાયે બરબાદી

મોટે પાયે બરબાદી

શનિવારે મેડિકલ રાહત ટીમ અને દિલ્હી અલ્પસંખ્યક આયોગના સભ્યો પણ આવા ઘરોમાં પહોંચ્યા અને હિંસા ગ્રસ્ત વિસ્તારોમાં થયેલ નુકસાનનો અંદાજો લગાવ્યો. દિલ્હી અલ્પસંખ્યક આયોગની સભ્ય અનસતિસિયા ગિલે કહ્યું કે, અમે મોટા પાયે થયેલી બરબાદી જોઈ શકીએ છીએ. હું એક કૈથલિક નન પણ છું. અમે હોલી ફેમિલી હોસ્પિટલ સાથે મળી મેડિકલ સહાયતા અને એમ્બ્યુલન્સ આ વિસ્તારોમાં મોકલી રહ્યા છીએ. પહેલી પ્રાથમિકતા ચિકિત્સીય સહાયતા પહોંચાડવી છે. બીજી આગલા કેટલાક અઠવાડિયા સુધી બેઘર થયેલા લોકો માટે ભોજન ઉપલબ્ધ કરાવવું અને ત્રીજી આ પરિવારોનો પુનર્વાસ.

દિલ્હી હિંસામાં સળગ્યું જવાનનું ઘર, એન્જીનિયરની ટીમ સાથે પહોચી BSF, કરી 10 લાખની મદદદિલ્હી હિંસામાં સળગ્યું જવાનનું ઘર, એન્જીનિયરની ટીમ સાથે પહોચી BSF, કરી 10 લાખની મદદ

English summary
Shiv Vihar is most affected by violence in Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X