For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યામાંથી મળ્યા રામ મંદિરના અવશેષ, પ્રાચીન દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી

અયોધ્યામાંથી મળ્યા રામ મંદિરના અવશેષ, પ્રાચીન દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી

|
Google Oneindia Gujarati News

અયોધ્યાઃ સુપ્રીમ કોર્ટના ફેસલા બાદ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ધીરે ધીરે શરૂ થઈ ગયું છે. આ દરમિયાન રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી મંદિર નિર્માણ માટે જમીન સમતલ કરવાનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન અહીંથી કેટલાક ઐતિહાસિક અવશેષ મળ્યા છે. આ અવશેષોમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ, પુષ્પ કળશ, શિવલિંગ અને થાંભળાના અવશેષો મળી આવ્યા છે. જણાવી દઈએ કે રામ જન્મભૂમિ પરિસરમાં 11 મેથી જમીનને સમતલ કરવા અને બેરીકેડિંગ હટાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

ત્રણ જેસીબી, એક ક્રેન, બે ટ્રેક્ટર અને 10 હજાર મજૂર

ત્રણ જેસીબી, એક ક્રેન, બે ટ્રેક્ટર અને 10 હજાર મજૂર

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે અયોધ્યામાં ભાવી મંદિરના નિર્માણ માટે ભૂમિના સમતલીકરણનું કામ ચાલી રહ્યું છે. કોરોના મહામારીને કારણે સમયે સમયે બહાર પડતા દિશાનિર્દેશોનું પાલન કરતા મશીનોનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટેન્સિંગ, સેનિટાઈઝેશન, માસ્ક સહિત અન્ય તમામ સુરક્ષા ઉપાયોનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યમાં ત્રણ જેસીબી, એક ક્રેન, બે ટ્રેક્ટર અને દસ મજૂર લાગ્યા છે.

શું શું મળશે

શું શું મળશે

જેસીબી દ્વારા ગર્ભગૃહના ચારો તરફના કાટમાળને હટાવવામાં આવી રહ્યો છે. આવી રીતે દર્શ માર્ગ પર દર્શનાર્થિઓ માટે બનાવવામાં આવેલ ગૈંગ-વેના બેરીકેડિંગને હટાવવાનું પણ કામ ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે આ દરમિયાન ત્યાં અને આસપાસના વિસ્તારોમાં ઘણી સંખ્યામાં પુરાવશેષ, દેવી દેવતાઓની ખંડિત મૂર્તિઓ, પુષ્પ કળશ, આમલક દોરજામ્બ વગેરે કલાકૃતિઓ નીકળી છે. અત્યાર સુધીમાં 7 બ્લેક ટચ સ્ટોનના સ્તંભ, 6 રેડસેંડ સ્ટોનના સ્તંભ, 5 ફુટના નક્કાશીનુમા શિવલિંગ અને મેહરાબના પથ્થર વગેરે જપ્ત થયા છે. ચંપત રાયે એમ પણ જણાવ્યું કે આ પુરાતાત્વિક વસ્તુઓને ટ્રસ્ટ દ્વારા સંરક્ષિત કરવાની પણ યોજના બનાવવામાં આવી રહી છે. ત્યાં હજી પણ ખોદકામ ચાલુ છે.

ઘણો સમય લાગશે

રામલલા મંદિરના પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ મુજબ જેસીબી મશીનોની સહાયતાથી મુખ્ય ગર્ભ સ્થળ અને તેની નજીકના ચબુતરા વગેરેના વિસ્તારોમાં સમતલીકરણનું કામ કરાવવામાં આવી રહ્યું છે. જેમાં ઘણો સમય લાગશે. તેમણે જણાવ્યું કે ઉંડા ક્ષેત્રમાં પટાઈ કરી સમતલ બનાવવામાં આવી રહ્યું છે. સાથે જ જ્યાં પહેલા ગર્ભ સ્થળ પર રામ લલા વિરાજમાન હતા, ત્યાં જવા માટે બનેલ લોખંડની ગ્રીલ વગેરેને પણ હટાવવામાં આવી રહ્યા છે. જેથી મંદિર ક્ષેત્ર અને તેની આસપાસના વિસ્તારને લઈ પ્લેટફોર્મ તૈયાર કરી શકાય.

કોરોના વાયરસને લઈ ફરી ચીન પર ભડક્યા ટ્રમ્પ, બોલ્યા- બેઈજિંગ મહામારી રોકી શકતું હતુંકોરોના વાયરસને લઈ ફરી ચીન પર ભડક્યા ટ્રમ્પ, બોલ્યા- બેઈજિંગ મહામારી રોકી શકતું હતું

English summary
Shivalinga and carving poles found during debris removal at Ram Janmabhoomi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X