For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિતિશ સામે શિવાનંદનો 'મોદીરાગ', જેડીયૂમાં હડકંપ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પટણા, 29 ઓક્ટોબર: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની હુંકાર રેલી પર હજુ સુધી ખેંતમચાણ ચાલુ છે. તો બીજી તરફ જેડીયૂ નેતા શિવાનંદ તિવારીએ પોતાને નરેન્દ્ર મોદી પ્રશંસક ગણાવ્યા છે. નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવામાં આવતાં તેમના વિરૂદ્ધ નારેબાજી થઇ હતી. શિવાનંદ તિવારીએ રાજગીરમાં ચાલી રહેલી પાર્ટીની ચિંતન શિબિરમાં નરેન્દ્ર મોદી પ્રશંસા કરી હતી. ત્યારબાદ તેમના વિરૂદ્ધ નારેબાજી કરવામાં આવી હતી. શિવાનંદ તિવારીએ કહ્યું હતું કે શિબિરના પરિણામો સારા રહ્યાં નથી.

શિવાનંદ તિવારીએ કહ્યું હતું કે 'હું ઇમાનદારી પૂર્વક કહેવા માંગું છું કે હું નરેન્દ્ર મોદીનો પ્રશંસક છું. કેમ પ્રશંસક છું, કારણ કે તેમને જે પ્રકારે સંઘર્ષ કરીને આવ્યા છે તે સાધારણ વાત નથી. તે આપણા વિરોધી છે. આપણે તેમના વિરૂદ્ધ લડીશું. એટલા માટે તેમની તાકતને ઓળખવી જોઇએ. આપણને તેમનાથી ડર લાગે છે. કેમ ડર લાગે છે, કારણ કે આરએસએસના સિદ્ધાંત તેમની નસ-નસમાં છે. તેમની તાકાતને આપણે નકારી ન શકીએ.

modi-tiwari

શિવાનંદ તિવારીએ મંચ પર નીતિશ કુમાર અને શરદ યાદવની હાજરીમાં નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવાનું શરૂ કરી દિધું હતું તો કેટલાક નેતાઓએ તેમના વિરૂદ્ધ નારેબાજી શરૂ કરી દિધી હતી. તેમને જવાબ આપતાં શિવાનંદ તિવારીએ કહ્યું હતું કે 'હું મારી જાતને પણ ઓળખું છું અને તમને પણ ઓળખું છું.

વધુ એક નેતા તથા જેડીયૂ સરકારમાં મંત્રી નરેન્દ્ર સિંહએ પણ મંચ પરથી નીતિશની કાર્યશૈલી પર નિશાન સાધ્યું હતું. તેમને કહ્યું હતું કે પાર્ટીમાં પરસેવો પાડનારની અવગણના કરવામાં આવી છે અને દરબાર લગાવનારાઓને પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવે છે. નરેન્દ્ર સિંહે તો ત્યાં સુધી કહી દિધું હતું કે 'જો મને સસ્પેંડ કરવામાં આવશે હું સસ્પેંશન માટે તૈયાર છું, પરંતુ મારે જે કહેવું છે તે કહીને જ રહીશ.

શિવાનંદ તિવારીના આ નિવેદન બાદ ભાજપના નેતા ગિરિરાજ સિંહે તાત્કાલિક કહી દિધું હતું કે તેમના માટે ભાજપના દરવાજા ખુલ્લા છે.

English summary
Rajya Sabha MP and JD(U) general secretary Shivanand Tiwari, who earlier favoured an alliance with the Congress, on Tuesday hailed Gujarat Chief Minister Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X