દિલ્હીની ગાદી પર છે મોદીની નજર: શિવાનંદ તિવારી
નવી દિલ્હી, 31 ઓક્ટોબર: ગુજરાતના ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એકવાર ફરીથી પોતાના નિવેદનથી વિવાદોમાં સપડાયા છે. મોદીના 50 કરોડવાળા નિવેદનથી જેડીયુ નેતાએ રોષ વ્યક્ત કર્યો છે. જેડીયુના નેતા શિવાનંદ તિવારીએ મોદીના નિવેદનને મહિલાઓનું અપમાન ગણાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે મોદીની નજર દિલ્હીની ગાદી પર છે, માટે તેઓ ઉતાવળા થઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતની ચૂંટણી પહેલા હિમાચલ પ્રદેશના મંડીમાં એક રેલી દરમિયાન નરેન્દ્ર મોદીએ શશિ થરૂર પર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે તેમની પત્ની સુનંદા પુષ્કરને 50 કરોડની ગર્લફ્રેન્ડ દર્શાવી હતી.
થરૂરે નરેન્દ્ર મોદી માટે ટ્વિટ કરતા જણાવ્યું હતુ કે 'મારી પત્ની આપના વિચારોથી પણ ઘણી કિંમતી છે. તે અમૂલ્ય છે પરંતુ તમારા સમજમાં એ બાબત ત્યારે આવશે જ્યારે તમે કોઇને પ્રેમ કરવાને લાયક બનશો.'
ઉલ્લેખનીય છે કે થરૂર 2010માં આઇપીએલ ક્રિકેટ વિવાદમાં ફંસાયા હતા. તેમનું નામ તેમની તત્કાલિન મિત્ર અને હાલની પત્ની સુનંદા પુષ્કર સાથે જોડવામાં આવ્યું હતું. આ વિવાદના કારણે તેમને વિદેશ રાજ્યમંત્રીના પદ પરથી રાજીનામુ આપવું પડ્યું હતુ.












Click it and Unblock the Notifications
